મહેસાણા શંકુશ વોટરપાર્કનું નામ આવે એટલે ભલભલા લોકો ભીના થઈ જાય. કારણ કે સમગ્ર ગુજરાતમાં મહેસાણા શંકુશ વોટર પાર્કનું નામ માન સાથે લેવાય છે. પરંતુ હાલમાં જે વીડિયો સામે આવ્યો છે એ જોઈને તમારા બધાનું માન વીખાય જવાનું છે અને તમે ગાળો ભાંડવા લાગશો. કારણ કે હાલમાં એવી વસ્તુ સામે આવી છે કે વીડિયો જોઈને તમને ચીડ ચડશે કે આપણે સાવ આવા પાણીમાં ન્હાતા હતા.
આ વીડિયો પાણીની અંદરથી કોઈએ ઉતારેલો છે. જેમ જોઈ શકાય છે કે એક યુવક અને યુવતી પણ જોવા મળી રહ્યા છે. જે એકબીજાની નજીક છે. પરંતુ જ્યારે કેમેરો નીચે કરવામાં આવે છે ત્યારે ખબર પડે છે કે આ શખ્સ તો એકદમ ગંદુ કૃત્ય કરી રહ્યો છે. તે હસ્તમૈથુનની પ્રકિયા કરતો ઝડપાઈ જાય છે.
જ્યારથી આ વીડિયો સામે આવ્યો છે ત્યારથી જ શંકુશ વોટર પાર્ક પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. સાથે જ જે શખ્સ વીડિયોમાં જોવા મળી રહ્યો છે એના પર પણ થું થું થઈ રહ્યું છે. હવે આ વીડિયો કોમેડી રીતે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પરંતુ આ વાત ખુબ ગંભીર છે. કારણ કે શંકુશ વોટર પાર્ક એ ગુજરાતનો અને ભારતનો સૌથી મોટો વોટરપાર્ક છે તો લોકો પણ બહોળી માત્રામાં ત્યાં આવતા હોય છે.