આખા ગુજરાતમાં ચકચાર મચાવનાર ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર ગામના બનાવનો વીડિયો સામે આવ્યો છે. મધરાતે ચાલેલા દિલધડક રેસ્ક્યૂનો વીડિયો સામે આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર ગામની સીમમાં આવેલી વાડીની અંદર 500 ફૂટ ઊંડા બોરમાં બાળક પડવાની ઘટના બની હતી. 500 ફુટ ઉંડા પાણીના બોરમાં પડેલ બાળકને કઈ રીતે બચાવાયુ ? તેની ભારે ચર્ચા જાગી છે. મધરાતે ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશનનો વીડિયો સામે આવ્યા બાદ આર્મી જવાન અને હાજર તમામ લોકોના કામની ભારે પ્રશંસા થઈ રહી છે.
ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર ગામ પાસે બોરવેલમાં ફસાયેલા અઢી વર્ષના માસૂમને 40 મિનિટમાં જ રેસ્ક્યૂ કરી બચાવાયું હતું. ધ્રાંગધ્રા આર્મીની ટીમ આવીને માસૂમ બાળકનો જીવ બચાવી લીધો હતો. માત્ર 40 મિનિટ જેટલા સમયમાં આ માસૂમ બાળકને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં સફળતા મળી હતી. આજે સમગ્ર ગુજરાતમાં ધ્રાંગધ્રા આર્મીની ટીમ, હાજર સરકારી તંત્ર, ડોકટરો, સ્થાનિક લોકોને સલામ કરી રહ્યા છે.