ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકોટ પ્રશ્ચિમ બેઠકને લઇ મોટા સમાચાર આવ્યા છે. ગઇકાલે ભાજપ હાઇકમાન્ડ દ્વારા વિજય રૂપાણીને મોટી જવાબદારી સોપવામા આવી છે. આ સિવાય વિવિધ રાજ્યોના ભાજપ પ્રભારીઓની જાહેરાત કરી હતી. માહિતી મુજબ પૂર્વ CM વિજય રૂપાણીને કેન્દ્રીય નેતૃત્વએ પંજાબ અને ચંદીગઢના પ્રભારીની જવાબદારી આપી છે. આ સિવાય બિહાર પ્રભારી વિનોદ તાવડેને પ્રભારી, હરીશ દ્વિવેદદીને સહપ્રભારી બનાવાયા છે.
આ સિવાય ઓમ માથુર છત્તીસગઢના પ્રભારી, નિતિન નવીન સહ પ્રભારી, હરિયાણાના પ્રભારી તરીકે વિપ્લવ દેવ અને ઝારખંડના લક્ષ્મીકાંત બાજપેઈને નીમાયા છે. આ સાથે તેલંગણાના તરુણ ચુગ, રાજસ્થાનના અરુણ સિંહ, ત્રિપુરાના મહેશ શર્મા, કેરલના પ્રકાશ જાવડેકર, મધ્ય પ્રદેશના મુરલીધર રાવ અને પશ્ચિમ બંગાળના મંગલ પાંડે પ્રભારી બનાવ્યા છે.
મળતી માહિતી મુજબ સંબિત પાત્રાને ઉત્તર પૂર્વ રાજ્યોના સંયોજક તરીકેની જવાબરાઈ સોપવામા આવી છે. આ અગાઉ વિજય રૂપાણીએ કહ્યુ પાર્ટી ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ. ‘અમે કોઇ પદ માટે કામ કરતા નથી. પાર્ટી જે કંઇ કામ સોંપે છે એ હંમેશા અમે કરતા આવ્યા છીએ. ચૂંટણી લડવાનું કહે તો લડીએ, ચૂંટણી ન લડવાનું કહે તો ચૂંટણી જીતવા માટે કામ કરીએ છીએ.