આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ટિકિટ મળે જ તેવો કોઇ આગ્રહ સેવી રહ્યા નથી. જાે પક્ષ તરફથી તેમને ચૂંટણી લડવાનું કહેવાશે તો જ તેઓ લડશે, અન્યથા પક્ષ માટે કામ કરતા રહેશે.રૂપાણીએ જણાવ્યું કે, મેં અગાઉ પણ કહ્યું છે, કે મારી બાબતે પાર્ટી જે ર્નિણય કરશે તે મુજબ હું કામ કરીશ. હું હંમેશાં કહેતો રહ્યો છું કે પહેલા હું ભાજપનો કાર્યકર્તા છું. પાર્ટી ચૂંટણી લડાવશે તો લડીશ, નહીં લડાવે તો નહીં લડીએ. હું સતત ભાજપની સરકાર પુનઃ પ્રસ્થાપિત થાય તે માટે કામ કરીશ.
એક રીતે રૂપાણીએ મોટો રાજકીય સંકેત આપ્યો છે. ભાજપે અમુક ઉંમરથી વધુ વયના અને ત્રણ કે તેથી વધુ ટર્મ ચૂંટણી લડી ચૂકેલા નેતાઓને ટિકિટ ન આપવી એવો ર્નિણય કરેલો છે. આ સંજાેગોમાં રૂપાણીએ અંબાજીમાં જણાવેલી બાબતથી હવે સ્પષ્ટ થતું જાય છે કે ભાજપમાં નવા ચહેરાઓ માટે જગ્યાઓ ખાલી કરવામાં આવી રહી છે. આ પહેલાં ભાજપના ઘણાં વરિષ્ઠ નેતાઓ પોતાની રીતે જ ચૂંટણી નહીં લડવા અંગેના સંકલ્પો અલગ-અલગ મંચ પરથી કે ફોરમમાં રજૂ કરી ચૂક્યા છે.
બીજી તરફ ભાજપના જ મધુ શ્રીવાસ્તવ સહિતના કેટલાંક ધારાસભ્યો આગ્રહ રાખે છે કે પાર્ટીએ તેમને ટિકિટ આપવી જ પડશે. જાે કે હજુ પણ નહીં બોલનારાં કેટલાંય ધારાસભ્યોએ પોતાની મુઠ્ઠી બાંધેલી રાખી છે અને પક્ષને કેટલેક અંશે એવી ચિંતા પણ છે કે ટિકિટ કપાય તો કેટલાંક નારાજ નેતાઓ ચૂંટણી સમયે ઉમેદવાર વિરુદ્ધ કામ કરીને ભાજપ માટે સમીકરણો બગાડી શકે છે. હવે જાેવાનું રહેશે કે આવી સ્થિતિમાં ભાજપના ઉચ્ચનેતાઓ કેવી રણનીતિ અપનાવે છે?