ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરે મતદાન યોજાવવાનુ છે. આ બાદ 8 તારીખે સ્થિતિ સાસ થઈ જશે કે ગુજરાતની ગાદીએ કોણ આવે છે. આ વચ્ચે નિવેદનોનો દોર જામ્યો છે. કાલે ગુજરાત પહોચેલા મલ્લિકાર્જૂન ખડગેએ વડાપ્રધાન મોદીને લઇને એક નિવેદન આપ્યુ હતુ જે બાદ ગુજરાતની રાજનીતી ગરમાઈ છે. અમદાવાદમાં પ્રચાર દરમિયાન કહ્યું કે મોદી લોકોને પોતાનો ચહેરો જોઈ મત કરવા હાંકલ કરે છે. તો શું એ રાવણની જેમ એક કરતા વધુ માથા છે કે અલગ-અલગ મતની માગણી કરો છો?
મલ્લિકાર્જૂન ખડગેના આ નિવેદન બાદ ભાજપના અલગ અલગ નેતાઑમાં પણ વળતા જવાબ આપ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ આ મામલે નિવેદન સામે આવ્યું છે. વિજય રૂપાણીએ કહ્યું કે, વડાપ્રધાનની રાવણ સાથેની તુલના ગુજરાતીઓનું અપમાન છે. ગુજરાત ચુંટણી સમયે સામે આવેલુ આ નિવેદન હવે કોંગ્રેસને મોટુ નુકસાન કરશે. ગુજરાતીઓ આ ટિપ્પણીને ક્યારેય સહન નહીં કરે. 2017માં કોંગ્રેસની લહેર હતી તેમ માની તેની સરકાર બનશે તેવુ ધાર્યુ હતુ. પાટીદાર આંદોલન, ઉનાકાંડને લઇને કોંગ્રેસની સ્થિતિ મજબૂત હતી. પરંતુ હવે આ પછીના 5 વર્ષમાં રાજ્યમા કોઇ આંદોલન થયું નથી.
જો કે ચૂટણી પહેલા જ કોમ્ગ્રેસના 15 MLAએ કેસરિયા કરી લીધા છે અને હવે કોંગ્રેસ માત્ર પોતાના અસ્તિત્વ માટે લડી રહી છે. બીજી તરફ આ વખતે કેજરીવાલ કોંગ્રેસની બેઠકોમાંથી જીત મેળવશે તેવું માને છે. ચુંટણી લડવા મામલે રૂપાણીએ જણાવ્યુ કે આ વખતે યુવાઓને મોકો મળે તે માટે ભાજપના નેતાઑએ સાથે મળીને નિર્ણય લીધો કે અમે સિનિયર નેતાઓએ ચુંટણી ન લડીએ. આ સાથે ભાજપની જીતનો દાવો કરતા તેમણે કહ્યુ કે આ વખતે રાજકોટમાં નવા લોકોને મોકો આપ્યો છે. જે ચારે’ય સીટ પર અમારી જીત નક્કી છે કારણ કે રાજકોટ વર્ષોથી ભાજપનું ગઢ છે.