ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય ઉથલપાથલ ચાઉ થઈ ગઈ છે. એક પાર્ટી છોડી અનેક નેતાઓ બીજી પાર્ટીમા જોડાઈ રહ્યા છે. વિજય સુવાળા પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને ત્યારબાદ તેઓ ગત જાન્યુઆરી માસમાં ભાજપમા જોડાયા છે. કેસરિયા કર્યા બાદ હવે તેઓ ચૂંટણી લડવા પણ તૈયાર છે. ગાયક કલાકાર વિજય સુવાળાનુ મોટુ નિવેદન સામે આવ્યુ છે. વિજય સુવાળાએ કહ્યુ છે કે ભાજપ ટિકિટ આપશે તો તેઓ આગામી ચૂંટણીમાં મેદાને ઉતરવા તૈયાર છે.
અરવલ્લીના બાયડમા એક નવરાત્રિ મહોત્સવ દરમિયાન ગાયક કલાકાર વિજય સુવાળાએ હાજરી આપી હતી. બીજા નોરતે અહી વિજય સુવાળાએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી અને આ વચ્ચે તેમણે ચૂંટણી લડવાની વાત કરી હતી.