રવિવારે રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારા બાદ હિંમતનગરમાં વાતાવરણ ડોહળાયું છે. હિંમતનગરમાં સોમવારે મોડી રાત્રે ફરી એકવાર હિંસા ભડકી હતી. હિંમતનગરમાં આવેલા વણઝારા વાસ અને હસનનગર વિસ્તારમાં બે જૂથ સામ સામે આવી જતા પથ્થરમારો થયો હતો. એટલું જ નહીં હસનનગર વિસ્તારમાંથી પેટ્રોલ ભરેલા બાટલા પણ ફેંકવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઉતારી દેવાયો હતો.
વણઝારા વાસ અને હસનનગરમાં થયેલી હિંસા મામલે પોલીસે તરત જ એક્શન લાધા હતા. પોલીસે આ હિંસા મામલે ૧૦૦ લોકોનાં ટોળાં સામે ફરિયાદ નોંધી છે. સાથે જ પોલીસે ૧૦ જેટલાં તોફાની તત્વોની અટકાયત પણ કરી છે. મહત્વનું છે કે, આ હિંસા બાદ વણઝારા વાસમાં ભયનો માહોલ છવાયેલો છે. કેટલાંક લોકો પોતાના પરિવાર સાથે અહીંથી હિજરત કરી રહ્યાં છે. બનાવની વિગત એવી છે કે, સોમવારની રાત્રે હિંમતનગરમાં ફરી એકવાર હિંસા ભડકી હતી.
હિંમતનગરના વણઝારા વાસ અને હસનનગર વિસ્તારમાં બે જૂથ સામ સામે આવી ગયા હતા. જે બાદ બંને જૂથો દ્વારા સામ સામે ભારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. હસનનગર વિસ્તારમાંથી પેટ્રોલ ભરેલા બાટલા પણ ફેંકવામાં આવ્યા હતા. હિંસા ફાટી નીકળતા લોકોમાં પણ ભારે ભય જાેવા મળ્યો હતો. રાત્રે થયેલી હિંસા બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. બાદમાં પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. આ હિંસા બાદ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે.
આ હિંસા બાદ બી ડિવિઝન પોલીસે ૧૦૦ લોકોનાં ટોળા સામે ફરિયાદ દાખલ કરી છે. સાથે જ ૧૦ જેટલાં તોફાનીઓની અટકાયત પણ કરી છે. ઉપરાંત આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો
ખડકી દેવામાં આવ્યો છે. જેથી કરીને કોઈ અનિચ્છનીય ઘટના બને નહીં. સાથે જ પોલીસ દ્વારા ડ્રોનથી સમગ્ર વિસ્તારમાં નજર રાખવામાં આવી રહી છે. હિંમતનગર પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, વણઝારા વાસ અને હસનનગર વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી.
જે બાદ પોલીસે તરત જ પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. સાથે જ પોલીસે ૧૦ જેટલાં લોકોની અટકાયત પણ કરી છે. આ સિવાય તોફાની તત્વો વિરૂદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. ઉપરાંત સમગ્ર વિસ્તારમાં ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. મહત્વનું છે કે, આ હિંસા બાદ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી, ડીજીપી અને આઈબીના વડા હિંમતનગરની મુલાકાતે પહોંચ્યા હતા. હર્ષ સંઘવીએ એસપી ઓફિસ ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી.
જેમાં ડીજીપી આશિષ ભાટિયા અને આઈબીના વડા અનુપમસિંહ ગેહલોત ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ઘટના અને કાર્યવાહી કરવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બીજી તરફ, આ હિંસા બાદ વણઝારા વાસમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. કેટલાંક લોકો પોતાના પરિવાર સાથે અહીંથી હિજરત કરી રહ્યા હોવાના રિપોર્ટ પણ સામે આવ્યા છે.