ડીસા: ડીસા શહેર ના ધારાસભ્ય શશીકાન્તભાઈ પંડ્યા અને નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર દ્વારા સતત શહેરમાં એક પછી એક વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે નગરપાલિકા દ્વારા પણ શહેરના વિવિધ વિસ્તારોમાં લાખો રૂપિયાના ખર્ચે વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ વોર્ડ નંબર 10 માં પીવાના પાણીની સમસ્યા હલ કરવા માટે સ્થાનિક સદસ્યા અમિતભાઈ રાજગોરની જાગૃતતાથી નગરપાલિકા દ્વારા ગઈકાલે આ વિસ્તારમાં દોઢ કરોડના ખર્ચે પાંચ નવા પાણીના બોર અને સપનું ખાતમુરત કરવામાં આવ્યું છે.
પાલિકાના કાર્યથી સ્થાનિક રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ડીસા શહેરના વોર્ડ નંબર 10 માં આવેલ રેલવે સ્ટેશન વિસ્તાર અને જીઆઇડીસીમાં સ્થાનિક રહીશો તેમજ વેપારીઓને પીવાના પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે સ્થાનિક સદસ્ય અને પાણી પુરવઠા વિભાગના ચેરમેન અમિતભાઈ રાજગોરની જાગૃતતાથી નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર દ્વારા સરકારમાં રજુઆત કરી.
આ વિસ્તારમાં દોઢ કરોડના ખર્ચે પાંચ નવા પાણીના બોર અને સંપ મંજૂર કરાવામાં આવ્યા હતા અને ગઈકાલે આ નવા પાણીના બોર અને સંપ નું ધારાસભ્ય શશીકાન્તભાઈ પંડ્યા ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર પાણી પુરવઠા વિભાગના ચેરમેન અમિતભાઈ રાજગોર રાકેશભાઈ પટેલ મીડિયા સેલના કન્વીનર કાંતિલાલ લોધા સહિત પાલિકાના સદસ્યો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા