રાજ્યમા હવે કોરોના કેસો હળવા પડતા પ્રતિબંધો પણ હટાવી લેવામા આવ્યા છે અને જનજીવન સામાન્ય બન્યુ છે. આ વચ્ચે ગાંધીનગરના કલોલમા પાણીજન્ય રોગચાળા ફાટી નીકળ્યો છે. અહી છેલ્લા ચાર દિવસમાં જ 200થી વધુ કેસ ઝાડા ઉલ્ટીનાં નોંધાતા તંત્ર સજાગ થઈ ગયુ છે અને જિલ્લા કલેકટર ડો. કુલદીપ આર્ય પોતે આજે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવા માટે પહોચી ગયા હતા.
મળતી માહિતી મુજબ કલોલ સિવિલમાથી ફરિયાદો પણ સામે આવી છે જે બાદ કલેક્ટરે અધિકારી-કર્મચારીઓની કામગીરી અંગે તપાસ કરી કડક આદેશ આપ્યા છે. આ કેસો કલોલ રેલવે પૂર્વ વિસ્તારમાં તેજાનંદ સહિત અનેક સોસાયટીમાં નોંધાયા છે અને આ પાછળ નગરપાલિકાની બેદરકારી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
બીજા દિવસે પણ ઝાડા-ઉલટીના 88 કેસ નોંધાતા આંકડો 200ને પાર કરી ગયો છે જેમાંથી 14 દર્દીઓની સ્થિતિ ગંભીર છે. હવે તંત્ર દ્વારા 30 ટીમ બનાવી 2921 ઘરોમાં સર્વે કરવામા આવી રહ્યો છે જેમા પાણીનું સુપર ક્લોરીનેશન કરવામા આવશે.