હવામાન વિભાગે વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ વ્યક્ત કરી પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. ચાલુ અઠવાડિયામાં વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં આગામી દિવસોમાં ભારે વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ થાય છે.
મહેસાણા, મહીસાગર, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે જ્યારે બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, પોરબંદર, જુનાગઢ, મોરબી, ગીર સોમનાથ અને કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તારીખ 11મી જૂને રાજ્યમાં વરસાદ એક દિવસ માટે વિરામ લેશે તેવી આગાહી કરવામાં આવી છે. પરંતુ કેટલાક ભાગમાં હળવો વરસાદ રહી શકે છે. જેમાં દમણ, દાદરા નગર હવેલી અને દીવમાં વરસાદ થઈ શકે છે. આ દિવસ માટે ભારે કે અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ નથી.
ભરૂચ, સુરત, નવસારી અને વલસાડના દક્ષિણ ભાગમાં 12મી જુલાઈએ ફરી ભારે વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. ચોથા દિવસે એટલે કે 13 જુલાઈએ દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને સૌરાષ્ટ્ર-કચ્છના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાત સહિત આટલા રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ફેરફાર, જલદી જાણી લો નવી કિંમત્ત
ભારતના આ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ, રાજ્યની તમામ શાળાઓ 13 જુલાઈ સુધી બંધ, જ્યા જુઓ ત્યાં તબાહી
દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, ડાંગ, નવસારી અને તાપીમાં 14મી જુલાઈએભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં વરસાદ થવાની શક્યતાઓ છે.15 અને 16 તારીખ એટલે અઠવાડિયાના અંતમાં પણ સામાન્યથી ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે. જેમાં ગાંધીનગર, ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ, અમરેલી, દ્વારકા, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, જુનાગઢ, કચ્છ તથા દીવમાં વરસાદ થઈ શકે છે.