શ્રવણકુમાર (બનાસકાંઠા): એક દિવસ અગાઉ પહેલા મિયાલ પ્રાથમિક શાળાના વિધાર્થીના રિઝલ્ટ માં ગોટાળા જોવા મળ્યો હતા. ફરીથી બીજી ત્રણ શાળાના વિધાર્થીઓના રિઝલ્ટ માં ગોટાળા જોવા મળી રહ્યા છે જેવી શાળાઓ કે કુંભાર પ્રાથમિક શાળા, વડગામડા પ્રાથમિક શાળા અને રડકા અનુપમ પ્રાથમિક શાળા ના વિધાર્થીઓના રિઝલ્ટ માં જોવા મળી રહ્યો છે ગોટાળો. કુભારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી રાજગોર રણજીતભાઇ રાજારામ ભાઈ જેમને સંસ્કૃત વિષયમાં ૧૬૦ માંથી ૧૭૬ આવ્યા અને બીજી વડગામડા પ્રાથમિક શાળાની વિધાર્થીની પટેલ માનસીબેન અરજણભાઇ ને હિન્દી વિષયમાં ૧૬૦ માંથી૧૬૨ આવ્યા.
બીજી એક શાળા જે રડકા અનુપમ પ્રાથમિક શાળાના વિધાર્થી સુથાર અનિલભાઈ બિદલા ભાઈ ને ૧૬૦ માંથી ૨૫૮ આવ્યા જે ધાર્યા કરતા વધારે આવ્યા જે અનુપમ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી બે તો કે વિષયના માર્ક્સ આવ્યા તેના કરતા ડબલ માર્ક્સ શાળાના શિક્ષક શ્રી દ્વારા મૂકવામાં આવેલ છે. અને જેમાં શિક્ષક શ્રી દ્વારા માર્ક્સ મૂકવામાં આવેલ પણ શાળાના પ્રિન્સીપાલ દ્વારા આં વિધાર્થીઓના રિઝલ્ટ ચેક કરવામાં નહિ આવ્યા હોય કે શું અને જો શિક્ષકો શાળામાં રિઝલ્ટ માં ગોટાળા કરતા હોય તો વિધાર્થીઓને કઈ રીતે શિક્ષણ આપતા હશે સાથે સાથે શાળાના આચાર્ય દ્વારા શિક્ષકો પર કોઈ દેખ રેખ નહિ રાખવામાં આવતી હોય એ આં વિધાર્થીઓના રિઝલ્ટ પરથી જોવા મળી રહ્યું છે.
રડકા પ્રાથમિક શાળાના પ્રિન્સીપાલ દ્વારા રિઝલ્ટ તો સુધારવામાં આવ્યું પણ રિઝલ્ટ સુધરાયા પછી રિઝલ્ટ પર સઈ સિક્કા કરવાનું ભૂલ્યા હતા. જોકે આ ત્રણેય શાળાના વિધાર્થીઓના રિઝલ્ટ સોશીયલ મીડીયામાં વાઇરલ થયા બાદ લોકોના મુખે એક ચર્ચાઓ થઈ રહી છે કે શું આ રિઝલ્ટ માં શાળાના પ્રિન્સીપાલ અને શિક્ષક દ્વારા રિઝલ્ટ માં જે વિષયના માર્ક્સ છે તેના કરતાં વધારે મૂકી દીધા કે પછી શિક્ષક દ્વારા જાણી જોઈને વિધાર્થીઓ સાથે છબરડા કરવામાં આવી રહ્યા છે. અને જો આં શિક્ષણ વિભાગ દ્વારા પ્રિન્સીપાલ અને શિક્ષકો પર કોઈ એક્શન લેવાશે કે નહિ એ લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે.