ગુજરાતમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને ગૃહમંત્રી અમિત શાહ સુધી ભાજપની તરફેણમાં વાતાવરણ બનાવવા માટે મેદાનમાં ઉતર્યા છે. ગુજરાતમાં ભાજપ સત્તામાં છે અને સત્તા ટકાવી રાખવા માટે સખત મહેનત કરી રહી છે, કોંગ્રેસ ભાજપ પાસેથી સત્તા છીનવવાનો પ્રયાસ કરી રહી છે. આ બંનેની વચ્ચે આ વખતે અરવિંદ કેજરીવાલ ત્રીજા ખેલાડી છે. આવી વચ્ચે ઓપિનિયન પોલ સામે આવ્યો છે.
ગુજરાતના ઓપિનિયન પોલમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે પીએમ મોદીનું કામ કેવું છે? તેના પર 60 ટકા લોકોએ કહ્યું કે પીએમનું કામ સારું છે, 18 ટકા લોકોએ કહ્યું કે તે સરેરાશ છે અને 22 ટકા લોકોએ પીએમ મોદીનું કામ ખરાબ હોવાનું માન્યું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી સતત રાજ્યની મુલાકાતે છે. ગુરુવારે (29 સપ્ટેમ્બર) PM બે દિવસની ગુજરાત મુલાકાતે પહોંચ્યા હતા. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાત મોડલની વાત કરીને ચૂંટણીમાં મોટી જીત મેળવી હતી. ગુજરાત પીએમ મોદીનું હોમ સ્ટેટ પણ છે. આવી સ્થિતિમાં પીએમ મોદી અને પીએમ માટે લોકોનો અભિપ્રાય પણ મહત્વનો છે.
પીએમ મોદીએ તેમની તાજેતરની ગુજરાત મુલાકાતે સુરતમાં રૂ. 3400 કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ ઉપરાંત પીએમએ ભાવનગરમાં અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પહેલા પણ પીએમ છેલ્લા કેટલાક મહિનામાં ઘણી વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગુજરાતમાં આ વર્ષે ડિસેમ્બરમાં ચૂંટણી યોજાવાની છે.