હિન્દૂ ધર્મ પ્રમાણે વાત કરીએ તો ગાયમાં 33 કોટી દેવી-દેવતા નિવાસ કરે છે. એટલે કે, 33 પ્રકારના દેવતા નિવાસ કરે છે, જેમા 12 આદિત્ય + 8 વસુ + 11 રૂદ્ર + 2 અશ્વિનીનો સમાવેશ થાય છે. ગાયમાં કુલ 33 કરોડ દેવી-દેવતા નિવાસ કરે છે એવી પણ માન્યતા રહેલી છે અને લોકો પુરી શ્રદ્ધાથી આ વાતને માને છે. ભગવાન શિવના પ્રિય પાન એવું બીલીપત્રની ઉત્પત્તિ પણ ગાયના ગોબરમાંથી થઈ હતી એવું કહેવામાં આવે છે. પરંતુ ભારતની અંદર એક એવા લોકો પણ વસવાટ કરી રહ્યા છે કે જે ગાયનું માસ ખાઈ રહ્યા છે અને આવું પાપ નોતરી રહ્યા છે. તો વળી સામે એવા નિષ્ઠાન યુવાનો પણ છે કે જે ગાય માટે પોતાનો જીવ રેડી દેવા પણ તૈયાર છે. આવા જ 3 ક્ષત્રિય સગરના યુવાનોનો એક કેસ સામે આવ્યો છે અને લોકો હાલમાં આ ત્રણેય યુવાનોના વખાણ કરી રહ્યા છે.
તો બન્યું એવું કે ઈડરથી ખેડબ્રહ્મા એક ગાડી જઈ રહી છે અને આ ગાડીમાં ગૌંમાસ છે એવી માહિતી ઈડરના યુવાનોને મળી. 27 માર્ચે બનેલી આ ઘટનાની વાત કરીએ તો જેવી જ યુવાનોને ખબર પડી કે આ ગાડીમાં ગૌંમાસ છે કે તરત જ 10 જેટલા અલગ અલગ સંગઠનોના યુવાનો ભેગા થયા અને ગાડી રોકી. આ યુવાનો કોઈ બજરંગદળના હતા, કોઈ RSSના હતા તો કોઈ વિશ્વ હિન્દુ પરિષદના હતા. ગાડી રોકીને જ્યારે ચેક કરવામાં આવ્યું તો ગૌંમાસ હતું. એટલે યુવાનોએ વિરોધ કર્યો અને ત્યાં જ ઈડર શાક માર્કેટના વિસ્તારમાં વાહનચાલક અને આ યુવાનો વચ્ચે થોડો હંગામો પણ થયો.
જ્યાં સુધી આ બધો હાહાકાર ચાલી રહ્યો હતો એટલામાં જ કોઈએ પોલીસને જાણી કરી અને પોલીસ પહોંચી ગઈ, એવામાં બીજા બધા યુવાનો અને સ્થાનિકો પણ સગેવગે થઈ ગયા. પરંતુ 3 યુવાનો પોલીસના હાથે ચડી ગયા અને એમની ધરપકડ કરવામાં આવી હતી. ગાડીના ચાલકોએ પણ પોલીસમાં કેસ નોંધાવ્યો છે, આ 3 યુવાનો પણ અલગ અલગ સંગઠનમાં જ સેવા આપી રહ્યા છે. ત્રણેયના નામ…
1) રમેશ અબાલાલ સગર
2) કૌશિક અબાલાલ સગર
3) વિક્રમ અશોકભાઈ સગર
ભલે પોલીસ પકડી ગઈ છતાં આ યુવાનો ગાય માટે લડતા રહેશે અને છેલ્લા શ્વાસ સુધી લડવાની તૈયારી પણ બતાવી છે. એમના માતા પિતાને પણ કોઈ અફસોસ નથી કે મારા દીકરા ભલે જેલમાં ગયા છે. જો સંતાનો ગાય માતા માટે જેલમાં જતા હોય તો એક માતા-પિતા માટે ગૌરવની જ વાત કહેવાય. તેમના માતા-પિતાનું પણ કહેવું છે કે મારો દીકરો કોઈ ગુનો કરીને જેલમાં નથી ગયો કે કોઈ ખોટું કામ નથી કર્યું. ગાય માતા માટે લડ્યો છે અને હિન્દુ ધર્મ માટે લડ્યો છે. અમે તો હજુ પણ કહીએ છીએ કે જ્યાં સુધી અને જે જરૂર પડે એ લડત આપજો, પરંતુ ગૌ હત્યા અને ગૌમાંસનો આ ધંધો બંધ કરીને રહેજો. જ્યાં સુધી લડવું પડે ત્યાં સુધી લડતા રહેજો.