રતલામના રેલ્વે સ્ટેશનનો ગઈકાલે રાત્રે એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મુસાફરો રતલામ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 પર ગરબા કરતા જોવા મળે છે. આટલા લોકોને એકસાથે ગરબા કરતા જોઈને અન્ય લોકોએ તેનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. આ તમામ મુસાફરો રાત્રે બાંદ્રા હરિદ્વાર ટ્રેન દ્વારા કેદારનાથ જઈ રહ્યા હતા. ટ્રેન રતલામ સ્ટેશને 20 મિનિટ વહેલા પહોંચી હતી.
આવી સ્થિતિમાં ગુજરાતના મુસાફરોનું આ જૂથ રતલામ સ્ટેશન પર ઉતર્યું અને ગરબા કરીને સમય પસાર કરવા લાગ્યુ. સ્ટેશન પર મુસાફરોને આ રીતે ગરબા કરતા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા તો વળી કેટલાક લોકોનું મનોરંજન થઈ ગયુ. આ વાયરલ વિડીયોને રેલ્વે ટ્રેનોના મોડા પડવાની સમસ્યા સાથે જોડીને લોકો ટિપ્પણી કરી રહ્યા છીએ કે પ્રથમ વખત રેલ્વેમાં મુસાફરી કરતી વખતે મુસાફરો સમય પહેલા ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચી તેની ખુશી દર્શાવી રહ્યા છે.