વડોદરા શહેર નજીક મહીસાગર અને દેવ નદીમાં મગરો આવી પહોચતા આસપાસના ગામડાઓની સ્થિતિ કફોળી બની છે. નદી પાસે જતા પણ લોકો ડરે છે અને બીજી તરફ મગર શેડ્યૂલ-1 યાદીમાં આવતું પ્રાણી હોવાથી તેને હાનિ પહોંચે એ પણ ગુનો ગણવમા આવે છે. અહીના વલવા ગામે કિશોરીને મગર દેવ નદીના કિનારેથી ખેંચી ગયો. આ બાદ ફાયરબ્રિગેડની ટીમે બે દિવસ બાદ ઊંચા ઘાસમાંથી કિશોરીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.
અહીના લોકોનુ કહેવુ છે કે દેવ નદીના કાંઠે કોઇક જ ગામ છે, જ્યાં મગરે કોઇને શિકાર બનાવ્યો ન હોય. અહી અંદાજે 50 જેટલા મગર છે. શિકાર બનેલી કિશોરીનું નામ તુલસી નાયકા હતું જે ગત 1 જુલાઇએ કપડાં ધોવા બહેનપણી સાથે નદીના કિનારે ગઇ હતી અને મગરે તેને પાણીમાં ખેંચી લીધી. હાલ દેવ નદીમાં મોટી સાઇઝના બે મગર છે.
આ સિવાય ગોરજ ગામના શકુબેને જણાવ્યું હતું કે દોઢ વર્ષ પહેલાં હું મારી જેઠાણી જવાહરબેન સાથે દેવ નદીમાં કપડાં ધોવા ગઇ હતી અને તે સમયે મગર મારાં જેઠાણીને ખેંચી ગયો અને તેમનું મોત થયું. અહીના જ રહેવાસી શાંતિલાલ પરમારે કહ્યુ કે દસ વર્ષ પહેલાં અહી મગર નહોતા. આ બાદ છેલ્લાં પાંચ વર્ષમાં જ દેવ નદી મગરોની નદી બની ગઈ છે. આહીના કિનારાના ત્રણ કિલોમીટરનાં ગામડાંમાં મગરના હુમલાથી મોતની 11 ઘટના બની છે.
આ સિવાય એક અન્ય ઘટના અંગે વાત કરતા શાંતિલાલે કહ્યું હતું કે પાંચ વર્ષ પહેલાં ગોરજ મુનિ સેવા આશ્રમમાં મધ્યપ્રદેશનો એક દર્દી આવ્યો હતો જે નદીમાં નાહવા ગયો અને મગરનો શિકાર બન્યો. માહિતી મુજબ માર્ચથી જૂન મહિનામાં મગરનો નેસ્ટિંગનો સમય ગણવામા આવે છે. આ સમયમા તે આક્રમક બને છે કારણ કે તેઓ પોતાનાં ઇંડાં અને બચ્ચાને સાચવવા આવુ વર્તન કરે છે બાકી મગરની પ્રવૃત્તિ માણસને મારી નાખવાની નથી હોતી. વડોદરાના 17 કિલોમીટરના વિસ્તારમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં 250થી 300 મગર હોવાનુ સામે આવ્યુ છે.