આવતી કાલે એટલે કે 8 ડિસેસ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે. ત્યારે અનેક નેતાઓની હલચલ વધી ગઈ છે. એ જ રીતે વાત કરીએ તો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી રાહ જોઈને બેઠી છે. તો વળી ક્યાંક બંધ બારણે બેઠકો ચાલી રહી છે. એ જ અરસામાં એક સમાચાર સામે આવ્યા છે કે મતગણતરી અગાઉ કોંગ્રેસને ધારાસભ્યો તૂટવાનો ડર લાગી રહ્યો છે.
અમદાવાદમાં કોંગ્રેસની બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોંગ્રેસના જે ધારાસભ્ય ચૂંટાશે તેમને ગુજરાત બહાર લઇ જવા વિચારણા કરવામાં આવી રહી છે. કારણ કે બીક છે કે ક્યાંક ધારાસભ્યો તૂટી ન જાય. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આખરે આ નિર્ણયમાં કોંગ્રેસ કેટલી સફળ રહે છે અને કેટલી બેઠક પર કોંગી ઉમેદવારોની જીત થાય છે.
શું કહે છે એક્ઝિટ પોલ, કોંગ્રેસની કંઈક આવી છે સ્થિતિ