હાલમાં ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે અને લોકો પણ એ જ જોવા આતુર છે કે રાજ્યને કોણ નવા મુખ્યમંત્રી મળે છે. પરંતુ એ પહેલા ગુજરાતના રાજકારણમાં નજર કરીએ તો સામાન્ય રીતે મુખ્યમંત્રીના ચહેરાની ચૂંટણી પહેલા જાહેરાત કરવામાં ક્યારેય આવતી નથી. ભાજપ અને કોંગ્રેસ બંનેમાં ચૂંટણી જીત્યા બાદ જ મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરવાની પહેલાથી આદત છે. ગુજરાતના ભુતકાળ પર નજર રાખીએ તો સ્વર્ગસ્થ માધવસિંહ સોંલકી, સ્વર્ગસ્થ ચીમનભાઇ પટેલ અને 2001 થી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીના ચહેરા સાથે ભાજપ અને કોંગ્રેસ ચૂંટણીના મેદાનમાં ઉતરી હતી. તેમાં પણ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી આવ્યા પછી દરેક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ગુજરાતમાં નરેન્દ્ર મોદીના નામે જ મત માગવામાં આવ્યા. જો કે સફળતા પણ મળી એ જોઈ શકાય એવી વાત છે.
એટલે ભાજપ તો પહેલા ક્યારેય મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરે એવી શક્યતા દેખાતી નથી. ત્યારે ભાજપની સામે કોંગ્રેસ રાજયમાં મુખ્યમંત્રીનો ચહેરો કોણ? તે સવાલનો જવાબ પણ પાર્ટી આપવાનું ટાળી રહી છે. ચૂંટણી પછી કોંગ્રેસને બહુમતિ મળ્યા બાદ ચૂંટાટેલા ધારાસભ્યો જ નક્કી કરશે તેવી વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. કોંગ્રેસ માટે મુખ્યમંત્રીનો ચહેરો કોણ તે પ્રશ્નનો જવાબ આપવામાં આવે તો જુથવાદ ચરમસીમા વટાળી દે તેઓ છે.
સાથે કોંગ્રેસની પરંપરા પણ ચૂંટણી બાદ જ નેતા નક્કી કરવાની જોવા મળે છે. હવે સૌથી મહત્વનું આપ પાર્ટીમાં મુખ્યમંત્રીનો ચહેરો કોણ? આપ પાર્ટીએ અત્યાર સુધી પ્રચાર પસાર અને ચૂંટણીની તૈયારીમાં ભાજપ અને કોંગ્રેસ કરતા આગળ રહ્યુ છે. સાથે આપ પાર્ટીએ જ અગાઉથી જ જાહેર પણ કર્યુ છે કે, ગુજરાતમાં આપ મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરશે. આપનો મુખ્યમંત્રીનો ચહેરો અત્યારે સીધી રીતે ઇશુદાન ગઢવી કે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા હોય શકે.