ડિસેમ્બર મહિનામા રાજ્યમા વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે. દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ચૂટણી પહેલા ઘણા નેતાઓએ પાર્ટી છોડી અને અન્ય પાર્ટીમા જોડાયા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીતવા લોકોને નવા નવા વચનો પણ આપી રહી છે ત્યારે હવે જોવાનુ રહ્યુ કે ખુરશી કોના હાથમા આવે છે. આ વચ્ચે સમાચાર આવ્યા છે કે લોક ગાયક જીગ્નેશ બારોટ પોતાના મુળ વતન ખેરાલુથી ચૂંટણીના મેદાને ઉતરવાના છે.
મળતી માહિતી મુજબ જીગ્નેશ કવિરાજ કોઈ પક્ષ સાથે જોડાયા નથી. જો કે એટલી વાત સ્પષ્ટ થઈ છે કે તેઓ મહેસાણામાં ખેરાલુ બેઠક પરથી અપક્ષમાંથી ચુંટણી લડશે. આ મુદ્દે વધારે માહિતી આપતા જીગ્નેશ કવિરાજે કહ્યુ કે ચૂંટણી લડવા માટે ‘હજી સુધી હું કોઇની સાથે જોડાયો નથી કે મને કોઇ પક્ષમાંથી આ માટે કોઇ ઓફર પણ આવી નથી.
આગળ વાત કરતા તેમણે કહ્યુ કે ‘મારું વતન ખેરાલું છે એટલે એનો વિકાસ કરવા માટે મેં આ જગ્યા પસંદ કરી છે. મને તમામ સમાજનો સાથ સહકાર મળ્યો જેથી મેં આ નિર્ણય લીધો છે કે, હું ખેરાલુમાં ચૂંટણી લડીશ. આ બાદ જ્યારે તેમને પુછવામા આવ્યુ કે કોઇ પક્ષનો જોડાવવા માટે ફોન આવ્યો છે? ત્યારે તેમણે સ્પષ્ટ કર્યુ હતુ કે હું કોઇ પક્ષનો માણસ નથી અને હું હજી કોઇ પક્ષમાં નથી જોડાયો. તેથી જ મેં નિર્ણય લીધો છે કે હું અપક્ષમાંથી ચૂંટણી લડીશ.
આગળ વાત કરતા કવિરાજે કહ્યુ કે હું આ ચૂંટણી કોઇના વોટ કાપવા માટે નહીં પરંતુ મારા વિસ્તારનો વિકાસ થાય તે માટે આ નિર્ણય લીધો છે. ‘હું નાનેથી મોટો મારા ગામમાં થયો છે મારું શિક્ષણ પણ ત્યાંનું જ છે. મારી ગાયકીમાં પણ મને પહેલો સપોર્ટ મારા વતનનો જ મળ્યો અને હુ જીગામાંથી જીગ્નેશ બારોટ થયો.