નવસારીથી એક ખુબ જ દુખદ ઘટના સામે આવી છે. સમગ્ર ખેરગામ તાલુકામા શોક છવાયો છે. અહીના તોરણવેરા ગામે રહેતા અરુણભાઈ નટુભાઈ ગાવિતનુ 38 વર્ષની વયે ગુરુવારે રાત્રે અકસ્માતમા મોત થયુ હતુ. આ બાદ 30 મિનીટમા જ તેમના પત્નીનુ પણ શોકમા મોત થયુ છે. આ ઘટના વિશે વિગતે વાત કરીએ અરુણભાઈ કામથી ગામના ચાર રસ્તે ગયા હતા, તેઓ કામ પૂરૂ કરી ઘરે લગભગ સાંજે 8.30 વાગ્યે પરત ફરી રહ્યા હતા.
સમગ્ર ખેરગામ તાલુકામા શોક છવાયો
તેઓ પોતાની સ્પ્લેન્ડર બાઇક પર આવી રહ્યાં હતા ત્યારે તોરણવેરા ગામના નિશાળ ફળિયા પાસે ગરનાળાના રોડ પર તેમની બાઇક સ્લીપ થઈ ગઈ. બાઇક સ્લીપ થતા અરુણભાઈએ બેલેંસ ગુમાવ્યુ અને રોડ પર પટકાયા. અવાજ જ આવતા જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને 108 બોલાવી લીધી.
બાઇક સ્લીપ થતા અરુણભાઈએ બેલેંસ ગુમાવ્યુ
અરુણભાઈને ખેરગામની સીએચસી રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા પણ તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતના સમાચાર પત્નીને મળતા તેમને ગભરામણ જેવું થવા લાગ્યુ. ભાવનાબેનની તબિયત વધારે બગડી અને તેઓનુ પણ મોત થયુ. આ બાદ તેમને પણ ખેરગામની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી.
બસ હવે 3 દિવસ કાઢી નાખો, પછી આ 5 રાશિના લોકોને બખ્ખાં જ બખ્ખાં, જ્યાં હશો ત્યાં તમારી જ વાહ-વાહી થશે
પતિ-પત્ની બન્નેના એકસાથે મોત થતા પરિવાર શોકમાં ડૂબયો છે. મળતી માહિતી મુજબ અરુણભાઈ અને ભાવનાબેનને બે સંતાનો છે. એક 14 વર્ષની પુત્રી તથા 10 વર્ષનો પુત્ર જેઓ હવે આધાર વગરના થઈ ગયા છે. હવે આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.