પોલીસની નોકરી એક જવાબદારી વાળી નોકરી છે. સામાન્ય રીતે ટ્રાફીક નિયમન તોડનાર લોકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે પણ પોલીસ ખુદ નિયમોના ધજાગરા ઉડાવે તો તેમને પણ ઋુણ ચુકવવવો જ પડે છે. ત્યારે તેઓને પોતાની જવાબદારીનું ભાન હોવું જોઈએ. એવામા હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે જેમાં 3 પોલીસ કર્મીને સસપેન્ડ પણ કરવામાં આવ્યા છે. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીઓ પોલીસના જ યુનિફોર્મમાં ટ્રાફિક નિયમનનો ભંગ કર્ય અને હવે એમને ભારે પડ્યું છે. નિયમોનો ભંગ કરી વર્દીમાં જૂમી રહેલા ત્રણ પોલીસ કર્મીને SPએ સસ્પેન્ડ કર્યા હોવાનું હવે સામે આવી રહ્યું છે.
પૂર્વ કચ્છમાં આ કિસ્સો સામે આવ્યો છે. જેમાં કારમાં ગણવેશધારી ચાર પોલીસ કર્મીઓ એક ગીત ઉપર ડાન્સ કરતાં દેખાયા છે. હવે પુર્વ કચ્છ એસપીએ એ-ડિવિઝનના ત્રણ પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા હતા. આ બાબતે પૂર્વ કચ્છ SP મયુર પાટિલે વિગત આપી હતી કે સોશિયલ મીડિયા પર ચાર પોલીસ કર્મી કારમાં યુનિફોર્મમાં હોવા છતાં ગીત ઉપર નાચી રહ્યા હોવાનો વીડિયો સામે આવ્યો હતો.
આ વીડિયોમાં એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા જગદિશ ખેતાભાઇ સોલંકી, રાજા મહેન્દ્ર હિરાગર અને હરેશ ઇશ્વરભાઇ ચૌધરીને ગણવેશમાં હોવા છતાં સીટ બેલ્ટ બાંધ્યા વગર કારમાં ઝૂમતા તેમજ સીટબેલ્ટ ન બાંધી ટ્રાફીક નિયમનનો ભંગ કર્યો હોવાનું જાણવા મળતાં તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરાયા છે. આ ચાર પૈકી એક પોલીસ કર્મી પૂર્વ કચ્છમાંથી બનાસકાંઠા જિલ્લામા઼ ફરજ બજાવતા હોવાનું પણ જણાવાયું હતું.