ઝેરી દારૂ પી જવાથી બોટાદના બરવાળાના રોજિદ ગામે 10 લોકોનાં મોત થયા હોવાના સમાચાર સમગ્ર રાજ્યમાં આગની જેમ ફેલાયા છે. ત્યારે આમંથી જ એક ઝેરી દારૂ પીવથી મૃત્યુ પામેલા વસરામભાઈના પત્ની આરતીબેનનું આક્રંદ હાલમાં લોકો સહી શકતા નથી. તેમણે જણાવ્યું કે, વહેલી સવારથી જ મારા પતિને ઉલટી થવા લાગી હતી અને ત્યારબાદ આંખમાં અંધારા આવા લાગ્યા. હાલત એટલી ખરાબ હતી કે, તેઓ ચાલી નહોતા શકતા.
આરતીબેન આગળ વાત કરતાં જણાવે છે કે બેવાર તો પડી ગયા હતા. ત્યારબાદ તેઓને બરવાળા દવાખાને લઈ ગયા હતા, ત્યારબાદ બોટાદ દવાખાને લઈ ગયા હતા. મારા પતિ સહિત ગામના દશેક જણાને આ પ્રકારની તકલીફ થઈ છે. ત્યારે હવે ખબર સામે આવી છે કે 10 લોકો મરી ગયા છે. આ વાતથી હાલમાં સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે . હાલમાં ગામમાં પણ એવો માહોલ છે કે મહિલાો અને સંતાનો રડી પડ્યા છે. આખું ગામ ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. આલમ એ છે કે કોઈ કોઈને છાનુ રાખી શકે એવી હાલતમાં નથી. કારણ કે બધાના ઘરેથી કોઈને કોઈ આ લઠ્ઠાકાંડનો ભોગ બની ચૂક્યું છે.
ઉલ્લેખની છે કે બોટાદ જિલ્લામાં સોમવારે ઝેરી દારૂ પીવાથી 10 લોકોના મોત થયા છે. તે જ સમયે, 18 લોકો બીમાર છે, જેમાંથી 5ની સ્થિતિ ગંભીર છે. મળતી માહિતી મુજબ તમામ બોટાદના રોજીદ ગામના રહેવાસી છે અને તમામે રવિવારે રાત્રે દારૂ પીધો હતો. બીમાર પૈકી 5ને બોટાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે 5 ગંભીર દર્દીઓને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.