હાલમાં ગુજરાતમાં ચૂંટણી સિવાય કંઈ જ ચર્ચા નથી ચાલી રહી. જ્યાં જુઓ ત્યાં માત્ર ચૂંટણીની જ વાતો સાંભળવા મળી રહી છે. ત્યારે બધાનું ધ્યાન આ વખતે એ વાત પર છે કે આખરે ભાજપ ટિકિટની વહેંચણી કઈ રીતે કરે છે. સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓમાં દરેક પક્ષો અત્યારથી જ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એવામાં આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ જુનાગઢ ખાતે જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની વાર્ષિક સાધારણ સભામાં હાજરી આપી હતી. આ બેઠકમાં ગુજરાત કૃષિ બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા, પૂર્વ મંત્રી જશા બારડ,સાંસદ રાજેશ ચુડાસમા તેમજ જૂનાગઢ જિલ્લા સહકારી આગેવાનો અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. ત્યારે એક વાત જોવા મળી કે પાટીલે ટિકિટને લઈ મોટી સ્પષ્ટતા કરી છે. ત્યારે ફરી એક વખત વિધાનસભા ચૂંટણીમાં કોને વધુ ટિકિટ અપાશે તેને લઈ સી આર પાટીલે મોટી જાહેરાત કરી હતી.
વિગતો મળી રહી છે કે ચૂંટણીમાં મહિલાઓને વધુ ટિકિટ આપવાના સંકેત આપતા કહ્યું હતું કે ચૂંટણી જાહેર થતા ઉમેદવાર પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. PM મોદી અને ગૃહમંત્રીને ગુજરાતના તમામ આગેવાનોની ખબર જ છે. PM મોદીની દર વખતે ઇચ્છા હોય છે કે વધુ મહિલાઓને ટિકિટ મળે, જીતી શકે તેવી મહિલાઓને ટિકિટ મળે તેમને સિલેક્શનની પ્રક્રિયામાં જોડીશું. તેથી એક વાત પાક્કી થઈ કે મહિલાઓને વધુ ટિકિટ આપવામાં આવી શકે છે. આ વાતની જાહેરાત પણ દેખીતી રીતે સી આર પાટીલના આ નિવેદન પરથી કાઢી શકાય છે.
જો વાત કરીએ ગઈકાલેૉની તો રવિવારના રોજ ભાવનગરમાં વન ડે વન ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામમાં સી આર પાટીલે મહિલા સંમેલનમાં સંબોધન કરતાં કહ્યું હતું કે એક માત્ર ભાજપે વિધાનસભા અને લોકસભામાં અનેક બહેનોને ટિકિટ આપી છે. ન માત્ર ટિકિટ આપી પણ તેઓ જીત્યા પણ ખરાં. આ વખતે બહેનોને વધુ ટિકિટ મળે તે માટે PM મોદી વિચારી રહ્યા છે. ગુજરાતમાં દીકરીઓની ઘટતી જતી સંખ્યા અંગે મોદીને ચિંતિા છે અને સુકન્યા સમૃદ્ધિ યોજના અમલમાં મૂકી હતી. ધુમાં સી આર પાટીલે કહ્યું હતું કે સૌ કોઈ જાણે છે કે કઈ રીતે મેધા પાટકરે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર બંધમાં રોડાં નાખ્યા હતા. AAP આવા ગુજરાત વિરોધીઓને સપોર્ટ કરે એ ખરેખર રાજનીતિ માટે શરમજનક છે. જે આમ આદમી પાર્ટી ગુજરાત વિરોધી તત્વોના સાથથી સરકાર બનાવવા માંગે છે એમની ઈચ્છા ક્યારેય પૂર્ણ નહીં થાય એ વાત પાક્કી છે.