મોરબી ગઈ કાલે ઝૂલતો પુલ અચાનક તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 140થી વધુ લોકોના મૃત્યુના સમાચાર છે. બાળકો અને મહિલાઓ આ આ ઘટનામા મોટી સંખ્યામાં મોતને ભેટ્યા છે.
રેસ્ક્યૂની કામગીરી તરત જ શરૂ કરી દેવામા આવી છે અને મોતનો આંકડો હજી પણ વશે તેવી શક્યતાઓ છે. રાજકીય પક્ષોના અગ્રણી નેતાઓ પણ ઘટના સ્થળે પોહચી ગયા હતા.
દુર્ઘટનાના વિવિધ વિડીયો અને ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ સાથે ઝૂલતા પુલની ટિકિટોના ફોટા ભારે વાયરલ થઈ રહ્યા છે. આ ટિકિટોમા લખેલું છે કે મોટા લોકો 17 રૂપિયા તેમજ 12 વર્ષ કે તેથી નીચેના બાળકો માટે 12 રૂપિયાની ટિકિટ રખાઇ હતી.
ઝૂલતા પુલની ટિકિટોના વાયરલ થઈ રહેલા ફોટામા સામાન્ય સૂચનાઓ લખેલી છે જેમાં પ્રથમ સૂચના લોકો દ્વારા જો પુલને નુકસાન થાય તો કાયદેસરની કાર્યવાહી થવાની સૂચના છે.
મોરબીનો આ ઝૂલતો પુલની સમારકામની કામગીરી બાદ દિવાળીની રજાઓમાં ખુલ્લો મુકાયો હતો. આ દરમિયાન પુલની ક્ષમતા કરતાં પણ મોટા પ્રમાણમાં લોકોએ ઝૂલતા પુલની મુલાકાત લીધી હતી અને આ કારણે જ પુલ તૂટ્યો હોવાના સમાચાર છે.