યોગ લોકોની જીવનશૈલીનો હિસ્સો બને તે માટે ગુજરાત યોગ બોર્ડ દ્વારા નવતર પ્રયોગો કરવામાં આવે છે. જેના ભાગરૂપે આ વર્ષે સૌ પ્રથમ વખત ઝોન પ્રમાણે યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
તા.26 ફેબ્રુઆરી, 2023ના રવિવારે અમદાવાદ શહેરના ખોખરા રમત-ગમત સંકુલ ખાતે ઝોનકક્ષાની યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં એક જિલ્લામાંથી 3 મહિલા અને 3 પુરૂષો એમ કુલ 6 પસંદગી પામેલા સ્પર્ધકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. અમદાવાદ, અરવલ્લી, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠાના કુલ 30 યોગ સાધકો વચ્ચે ઝોન કક્ષાની સ્પર્ધા યોજવામાં આવી હતી.
યોગ સ્પર્ધામાં 9થી લઈ 90 વર્ષની વયના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધકો પૈકી 3 મહિલાઓ અને 3 પુરૂષોની પસંદગી રાજ્યક્ષાની સ્પર્ધા માટે કરવામાં આવી છે. જેમાં
1. મહિમ એમ. પટેલ- અમદાવાદ
2. ચાર્વિક ડી. પ્રજાપતિ- મહેસાણા
3. લાલસંગ જે. ઠાકોર- પાટણ
4. યાના વી. પટેલ-બનાસકાંઠા
5. ભારતી એમ. જોષી- પાટણ
6. ઉર્મિલા કે. ઠાકોર- પાટણ
આ 6 સ્પર્ધકોને તેમના પર્ફોમન્સ સહિતના વિવિધ માપદંડોના આધારે પસંદ કરવામાં આવ્યા હતા. જેમને ઉપસ્થિત મહાનુભાવોએ સર્ટિફિકેટ, મેડલ અને પુરસ્કારનો ચેક આપીને સન્માનિત કર્યા હતા. મહાનુભાવોના હસ્તે પ્રથમ વિજેતાને 21,000 દ્વિતીય વિજેતાને 15,000 અને તૃતીય વિજેતાને 11,000 રોકડ પુરસ્કાર સાથે મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરાયા છે.
ગૌતમ અદાણીનો જમ્પ તો મુકેશ અંબાણી નીચે ખાબક્યા, જાણો હવે અબજોપતિની યાદીમાં બન્ને ક્યા સ્થાન પર છે
આ કાર્યક્રમમાં સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા માટે અમદાવાદ શહેરના મેયર કીરિટભાઈ પરમાર, મણિનગરના ધારાસભ્ય અમૂલભાઈ ભટ્ટ, ગુજરાત સ્પોર્ટ્સ યોગ એસો.ના વાઈસ પ્રેસિડેન્ટ કશ્યપભાઈ જાની, રાજ્ય યોગ બોર્ડના OSD શ્રી વિશાન વેદી, જિલ્લા રમત-ગમત અધિકારી શૈલેષ રાઠોડ તેમજ યોગપ્રેમી નાગરિકો મોટી સંખ્યમાં હાજર રહ્યા હતા.