ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસની બે દિવસની શિબિરનું આયોજન તારીખ ૨૩-૬, ૨૪-૬- ૨૦૨૩ પાલીતાણા ખાતે કરવામાં આવેલ છે. આ શિબિરમાં યુવા કોંગ્રેસના ગુજરાતભરના હોદેદારો ઉપસ્થિત રહેશે.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા બે દિવસ તાલીમ શિબિરનું આયોજન પાલીતાણ ખાતે કરવામાં આવેલ છે. જેમાં યુવા કોંગ્રેસના હોદેદારોને માર્ગદર્શન આપવામાં આવશે. કોંગ્રેસની વિચારધારા આગળ વધારવા માટે અને આગામી સમયમાં યુવા કોંગ્રેસ પોતાનો રોડ મેપ તૈયાર કરશે.
આ પણ વાંચો
PM મોદીની મુલાકાતનો તમામ ખર્ચ અમેરિકા કેમ ઉઠાવી રહ્યું છે, જાણો રાજ્ય મુલાકાતમાં શું ખાસ હોય છે
મેકર્સે બદલ્યા આદિપુરુષના ડાયલોગ, હવે ‘જલેગી તેરે બાપ કી’ને બદલે ‘હનુમાન જી’ આ કહેતા જોવા મળશે
PM મોદી જ્યાં રોકાયા છે તે ન્યૂયોર્કની હોટેલ એટલી આલીશાન છે કે વાત ન પૂછો, ભાડુ જાણીને ચોંકી જશો
આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે તેને લઈને પણ યુથ કોંગ્રેસ કેવી રીતે કામ કરશે તેના વિશે પણ આ શિબિરમાં માહિતી આપવામાંમાં આવશે.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડીયા, ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ મહામંત્રી પ્રવીણસિંહ વનોલ, મુકેશ આંજણા, અમદાવાદ શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ વિશાલસિંહ ગુર્જર, કાર્યકારી અધ્યક્ષ જયમન શર્મા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.