ફરી એકવાર યુવરાજ સિંહે ગુજરાત ગજવ્યું, પરીક્ષાને લઈ એવો લેટર બોમ્બ ફોડ્યો કે સરકાર સફાળી જાગી ગઈ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

થોડા સમય પેહલા વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે ભાવનગર યુનિવર્સિટીનું પેપર ફૂટ્યું હોવાને લઈને ઘટસ્ફોટ કર્યો હતો ત્યારે યુવરાજ સિંહે વધુ એક લેટર બોમ્બ ફોડીને ધડાકો કર્યો છે. તેમણે ડમી ઉમેદવારો દ્વારા પરીક્ષા આપવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. યુવરાજ સિંહે પુરાવા સાથે નકલી ઉમેદવારોના નામનુ લિસ્ટ જાહેર કર્યું છે. પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા કહ્યું કે, ભાવનગર જિલ્લાના તળાજા, શિહોર પંથકમાં કેટલાક ગામોમાંથી અમુક ચોક્કસ સમાજના મહેનતુ વિદ્યાર્થીઓને ડમી તરીકે પરીક્ષામાં બેસાડવાની યોજના બનાવવામા આવી રહી છે. ગ્રામ સેવક 2021 22 ની ભરતી માં પરીક્ષા આપનાર અલગ અને નોકરી લેનાર અલગ હોવાનો આક્ષેપ કર્યો છે. પરીક્ષા આપવા માટે નકલી આધારકાર્ડ બનાવીને પરીક્ષા આપતા હતા. ત્યારે તંત્ર આ બાબતે પર ધ્યાન આપે તેવી મારી અપીલ છે.

યુવરાજ સિંહે કહ્યું કે ગુજરાતમાં એક નવી મોડસ ઓપરેન્ડી સાથે સિસ્ટમમાં રહીને ગેરકાયદે રીતે ભરતીઓને લઈને છૂટો દોર મળી રહ્યો છે, નવી મોડસ ઓપરેન્ડી પ્રમાણે ડમી ઉમેદવારો ઉભા રાખવામાં આવે છે. આ પ્રકારના રેકેટમાં નકલી માર્કશીટ, નકલી પ્રમાણપત્ર, નકલી ઉમેદવારથી લઈને ખૂબ મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરવામાં આવી રહી છે. બોર્ડ પરીક્ષા હોય કે સ્પર્ધાત્મક પરીક્ષા અમુક વિસ્તારના લોકો ડમી ઉમેદવારો અને ખોટી માર્કશીટ બનાવી નોકરી મેળવવા લાગ્યા છે. ખાસ કરીને આ વિસ્તાર જોવા જઈએ જે મારા ધ્યાનમા છે બાકી આના કરતા પણ અન્ય હોઇ શકે છે.

યુવરાજ સિંહે જણાવ્યું હતુ કે ભાવનગરના તળાજા પંથક અને શિહોર પંથકના ગામડાઓ જેવા કે પિપરલા, દિહોર, સથરા, ટીમાણા, દેવગણા, અગિયાળીમાં છેલ્લા 15 દિવસોમા અમે એક એક ગામડામાં જઈને તમામ માહિતી એકઠી કરી છે અને તેને ક્રોસ વેરિફાઈ પણ કરી છે. આ પ્રકારે ગેરરીતિ આચરનારા અનેક લોકો અલગ અલગ વિભાગ જેવા કેતલાટી, વિદ્યાસહાયક, બિન સચિવાલય, ફોરેસ્ટ, MPHW, વગેરેમાં નોકરી કરી રહ્યા છે.આ ફક્ત અમુક જ નામો છે આના કરતાં પણ વધારે લોકો ગેરરીતિથી સિસ્ટમમાં ઘુસી ગયા છે. તમામને સરકાર ઈચ્છે તો ક્રોસ વેરીફાઈ કરી દૂર કરી શકે છે. યુવરાજ સિંહે કે, અમારી એવી માંગણી છે કે ઉપર આપેલ તમામ વિદ્યાર્થીઓને ક્રોસ ચેક કરવામાં આવે અને એની સાથે સાથે તેમના એજન્ટોને પકડવામાં આવે અને તેની સાથે ખાસ કરીને 2016 પછીની તમામ ભરતીમાં પાસ થયેલા ઉમેદવારોને ક્રોસ ચેક કરવામાં આવે.

નોટબંધીના 6 વર્ષ બાદ નાણામંત્રીએ 2000ની નોટને લઈને કરી આવી જાહેરાત, સાંભળીને ચોંકી જશો!

અમદાવાદની તાજ હોટલમાં ધમધમતો જુગારનો અડ્ડો, પોલીસે હાઈપ્રોફાઈલ જુગારધામમાં બિલ્ડરો-ઉદ્યોગપતિઓની ધરપકડ કરી

મુકેશ અંબાણીએ કોર્પોરેટ ઈતિહાસની સૌથી મોટી લોન લીધી, 55 બેન્કો પાસેથી લીધી અધધધ કરોડની લોન

ડમી ઉમેદવારની યાદી:

1. ભાવેશભાઈ રમેશભાઈ જેઠવાની જગ્યાએ પરીક્ષા આપનાર મીલન ઘૂઘાભાઈ – પશુધન નિરીક્ષક, વર્ગ-3, 2021-22
2. કવિતકુમાર નીતિનભાઈ રાવની જગ્યાએ પરીક્ષા આપનાર મીલન ઘૂઘાભાઈ – Laboratory Technician 2021-22
3. અંકિત નરેન્દ્રભાઈ લકુમની જગ્યાએ પરીક્ષા આપનાર વિમલ – ગ્રામસેવક, વર્ગ-3, 2021-22
4. જયદીપભાઈ વાલજીભાઇ રમણાની જગ્યાએ પરીક્ષા આપનાર કલ્પેશ પંડ્યા – ગ્રામસેવક, વર્ગ-3, 2021-22


Share this Article