રાજ્યભરમાં ડામીકાંડે ખળભળાટ મચાવી દીધો છે. રોજબરોજ ખુલાસા થઇ રહ્યા છે. આ મામલે ભાવનગર પોલીસ દ્વારા યુવરાજસિંહ પર પૈસા લેવાના આક્ષેપ બાદ યુવરાજસિંહનું નિવેદન લેવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આજે ડમીકાંડ મામલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં યુવરાજસિંહ જાડેજાએ વધુ એક ખુલાસો કરતા જણાવ્યું હતું કે, ડમીકાંડમાં મારા પર નામ છુપાવવાના આક્ષેપો લાગી રહ્યા છે. પરંતુ બે નામ મારી પાસે હતાં તે હું જાહેર કરું છું.
યુવરાજસિંહે ડમીકાંડ મામલે નામ જાહેર કરતા જણાવ્યું હતું કે, પ્રકાશ દવેના કહેવાથી ઋષિ અરવિંદ બારૈયાએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી. દર્શન ભરતભાઈ બારૈયાએ પણ ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી છે. ઋષિનાં માતાએ વિનંતી કરી હતી એટલે માનવતાના ધોરણે નામ જાહેર નહોતું કર્યું. મેં જાહેર કરેલો ઋષિનો વીડિયો ગામના સરપંચ અને પંચની હાજરીમાં તેણે આપેલી કબૂલાતનો વીડિયો છે. ભૂતકાળમાં પોલીસે હાથચાલાકી કરી છે. આશા રાખીએ કે પોલીસ આ વખતે એવું નહીં કરે. યુવરાજસિંહ એ વધુમાં જણાવ્યું હતું કે, આવતીકાલે હું ભાવનગર SIT સમક્ષ મોટા નેતા અને મંત્રીઓનાં નામ જાહેર કરીશ.મંત્રી અને નેતાઓના પણ નિવેદન લેવાવાં જોઇએ.ગઈકાલે ચક્કર આવ્યાં અને મૂર્છા આવી જતા SOG સમક્ષ નહોતો જઇ શક્યો.
Oyo રૂમમાં છોકરીઓ હનુમાનજીની આરતી કરવા તો નથી જ જતી…. મહિલા આયોગના ચેરપર્સનનું વિવાદાસ્પદ નિવેદન
વધુમાં જણાવ્યું કે, મારી પાસે બીજા 17 વીડિયો છે. મને ખોટી રીતે ફસાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આરોપીને સાક્ષી બનાવી મને આરોપી બનાવવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે. એક મંત્રીએ એવું કહ્યું હતું કે, યુવરાજે ભૂતકાળ ભૂલી જવો પડશે. મારા પરિવારને પણ ધમકી આપવામાં આવી રહી છે. મને જેને જે કરવું હોય તે થાય એ કરી લેવાની છૂટ છે. ડમીકાંડમાં માત્ર 36 નામ જ નથી મારી પાસે 136 નામો આપવાની તાકાત છે. કૌભાંડ 2011થી નહીં 2004થી ચાલી રહ્યું છે. નેતાઓ, મંત્રીઓ, અધિકારીઓની પણ સંડોવણી છે. જો બિપીન ત્રિવેદીના વીડિયોના આધારે મને બોલાવે તો હું નામ આપું તેમને પણ પોલીસે નિવેદન માટે બોલાવવા પડશે. BRCનાં 5 નામ પણ મારી પાસે છે. 3 ડમી ઉમેદવારનાં નામ પણ છે.