વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પર ભાવનગરના ડમીકાંડ મામલે ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે . આરોપ લગાવનાર બિપિન ત્રિવેદીની ભાવનગરના સિહોરથી ધરપકડ કરાયા બાદ 2 દિવસથી પૂછપરછ કરવામાં આવી રહી છે. બિપિન ત્રિવેદીએ યુવરાજસિંહ પર રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો છે. જો કે બિપિન ત્રિવેદીના વાયરલ વીડિયોમાં હાલ કોઈ તથ્ય બહાર આવ્યું નથી. જો ચોક્કસ પુરાવા મળે તો યુવરાજસિંહ સામે ફરિયાદ થઈ શકે છે.
આ વચ્ચે યુવરાજસિંહે ડમીકાંડમાં SITની રચના મુદ્દે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, ગુજરાત સરકાર દ્વારા જે કૌભાંડ રોકવા માટે SITની રચના કરવામાં આવી છે તે સરહનીય કામગીરી છે. જો SIT નિષ્પક્ષ અને તટસ્થ તાપસ કરશે તો ચોક્કસથી મોટા પ્રમાણમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર સામે આવશે. તેમને વધુમાં જણાવ્યું કે, મારી પાસે ઘણી એવી માહિતી છે, જે આગળની તપાસમાં ખૂબ ઉપયોગી થઇ શકે એમ છે. હાં એ પણ હું સ્પષ્ટતા કરું છું કે મારી પાસે રહેલી તમામ બાબતોની પુષ્ટિ હું કરી શક્યો નથી. અમુક માહિતી એવી પણ છે જેમાં ઘણા નામો મારા શંકાના દાયરામાં છે અને હું તેની તથ્યતા તપાસ કરી શક્યો નથી. આ તમામ નામો હું SIT સુધી પહોચાડી દઈશ. જાડેજાએ વધુમાં કહ્યું છે કે, અમે ફાઈલ તૈયાર કરી રહ્યા છીએ તમામ નામોની મે જે પણ એજન્ટોના નામ જાહેર કર્યા છે તેમાંથી હજી 3 જ પકડાયા છે. બીજા એજન્ટો બેખોફ થઈને ફરી રહ્યા છે.હું અત્યારે બીજી ફાઈલ તૈયાર કરી રહ્યો છું. હું બીજીવાર તેમના નામો SIT સુધી પહોચાડીશ. આવનાર દિવસો માં તમામ આધાર પુરાવા સાથે હું તે ચોક્કસ રજૂ કરીશ.
2016થી લઈને પંચાયતની અલગ-અલગ ભરતીઓ જેવી કે ગ્રામ સેવક, LI, MPHW.FHW, મુખ્ય સેવિકામાં ડમીકાંડથી ઘણા લોકો લાગ્યા છે. ફક્ત ડમી લોકો બેસાડીને નહીં અહીંયા સૌથી વધારે ડમી ડિગ્રી વાળા વધારે જોવા મળશે. આ સેન્ટર LI અને SIની ડમી પ્રમાણપત્રોનું હબ છે.મોટાભાગના લોકો રેગ્યુલર કોર્સ કરતા નથી અને રાજ્ય બહારની યુનિ.ના સર્ટિફિકેટ વેચાતા લઈને આવે છે. જો એમાં યોગ્ય તપાસ થાય તો ડમી માર્કશીટ અને ડમી પ્રમાણપત્રો તો મળી જ આવે અને સાથે સાથે આના પુષ્કકપ એજન્ટો શૈક્ષણિક સંકુલ કરીને શિક્ષણજગત સાથે સંકળાયેલ છે તે પણ બહાર આવે.
મારા અમુક સવાલો… pic.twitter.com/uGSuDzqM5I
— Yuvrajsinh Jadeja (@YAJadeja) April 17, 2023
ગઈકાલે યુવરાજસિંહે વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે, ‘હું પડકાર ફેકુ છું કૌભાંડીઓને સામે, હું તમને છોડીશ નહીં, સત્ય સામે લાવીને જ રહીશ.’ મારી પાસેથી પણ આ માહિતી કરતા પણ મોટી માહિતી છે અને ભયાનક સ્કેમની માહિતી છે, હું તેના પર કામ કરી રહ્યો છું. તેની સંપૂર્ણ માહિતી એકઠી કરી રહ્યો છું.
સમય આવશે ત્યારે હું તેને જગજાહેર કરીશ. હું ડંકાની ચોટ પર કહું છું કે મેં કોઈ પૈસા લીધા નથી, મને જેલમાં પણ નાખી દો હું તેને સાબિત કરી બતાવીશ. અંતે સત્યની જ જીત થશે. કૌભાંડીઓને પડકાર ફેકુ છું, તમને હું છોડીશ નહીં. સત્ય સામે લાવીને જ રહીશ.