Business News: એવી અપેક્ષા છે કે ભારતમાં 2030 સુધીમાં વાર્ષિક 1 કરોડ ઇલેક્ટ્રિક વાહનો (EVs) વેચવામાં આવશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે અનુમાન લગાવ્યું હતું કે આનાથી લગભગ પાંચ કરોડ નોકરીઓનું સર્જન થશે. 19મા EV એક્સ્પો 2023ને સંબોધતા તેમણે કહ્યું, “વાહન ડેટા મુજબ ભારતમાં 34.54 લાખ EV પહેલેથી જ નોંધાયેલા છે.”
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતમાં વિશ્વની ટોચની ઇલેક્ટ્રિક વાહનો ઉત્પાદક બનવાની ક્ષમતા છે અને સરકાર સ્વચ્છ ઉર્જા ઉત્પાદનમાં દેશને આત્મનિર્ભર બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
સરકારનું શું આયોજન છે?
ગડકરીએ કહ્યું કે સરકારે હાલના પ્રદૂષિત વાહનોને હાઈબ્રિડ અને સંપૂર્ણ ઈવીમાં કન્વર્ટ કરવાની મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે આ માટેના નિયમોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને ટેક્નોલોજીનું સફળતાપૂર્વક પ્રદર્શન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે સરકાર જાહેર પરિવહન અને લોજિસ્ટિક્સમાં EVsને ઝડપથી પ્રોત્સાહન આપવા માંગે છે.
કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારો પણ લોકોને ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે પ્રોત્સાહિત કરી રહી છે અને આ માટે વિવિધ પ્રકારની છૂટ આપી રહી છે. આમાં સબસિડી, ઘટાડો અથવા નોંધણી ફીની માફી વગેરેનો સમાવેશ થાય છે.
ફરી એકવાર LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, સીધો 39 રૂપિયા સસ્તો થયો, નવા વર્ષ પહેલા મળી ભેટ
હવામાન વિભાગની નવી આગાહી ખાસ જાણી લેજો, 48 કલાકમાં ગુજરાતનો પારો ગગડશે, સ્વેટર-ધાબળા તૈયાર રાખજો
યુપીમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ખરીદનારા લોકોને સરકાર રજીસ્ટ્રેશન ફી પાછી આપી રહી છે. આ અંતર્ગત નવા વાહનો ખરીદનારાઓએ રજિસ્ટ્રેશન જમા કરાવવાનું રહેશે નહીં અને સરકાર આ રકમ જેમણે જમા કરાવી છે તેમને પરત કરી રહી છે.