પેટ્રોલના આસમાને પહોંચી રહેલા ભાવ વચ્ચે થાણે, મુંબઈમાં પેટ્રોલ 1 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળે છે. હા, તમે કદાચ માનશો નહીં. પરંતુ આ સંપૂર્ણ રીતે સાચું છે અને અહીં પેટ્રોલ લેવા માટે લોકોની લાંબી લાઈનો લાગે છે. ધારાસભ્ય પ્રતાપ સરનાઈકના જન્મદિવસ નિમિત્તે થાણેના કૈલાશ પેટ્રોલ પંપ પર 1 રૂપિયા લીટર પેટ્રોલ આપવામાં આવી રહ્યું છે.
આ રીતે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (TMC)ના ભૂતપૂર્વ કાઉન્સિલર આશા ડોંગરે અને સામાજિક કાર્યકર્તા સંદીપ ડોંગરે અને અબ્દુલ સલામે સસ્તા ભાવે પેટ્રોલ આપવાનું શરૂ કર્યું. આ અંતર્ગત લગભગ 1000 ડ્રાઈવરોને 1 રૂપિયા પ્રતિ લીટરના ભાવે પેટ્રોલ આપવામાં આવ્યું હતું. પેટ્રોલ લેનારાઓમાં સૌથી વધુ ભીડ ટુ-વ્હીલરની હતી.
આ પહેલા સોમવારે સવારે દેશની મોટી ઓઈલ કંપનીઓએ સતત 20મા દિવસે પેટ્રોલ-ડીઝલના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. મુંબઈમાં પેટ્રોલની કિંમત 120.51 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 104.77 રૂપિયા પ્રતિ લીટર છે. આવી સ્થિતિમાં 1000 ડ્રાઈવરોને 1 લીટરમાં પેટ્રોલ આપવાથી ઘણી રાહત થશે. ગત મહિને ઈડીએ ધારાસભ્ય પ્રતાપ સરનાઈકની 11.35 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. આ કાર્યવાહી મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કરવામાં આવી છે.