રાજસ્થાનના ઝુંઝુનુમાં મંગળવારે સ્નાન કરીને પરત ફરતી વખતે અકસ્માતનો ભોગ બનેલા પરિવારના 10 સભ્યોના એકસાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ખેતરી નગરના બરાવળ ગામના એક જ પરિવારના 10 સભ્યોની અંતિમયાત્રા તૈયાર કરવામાં આવી ત્યારે સૌના દિલ બેસી ગયા. જેણે પણ આ દર્દનાક દ્રશ્ય જોયું તે પોતાની જાતને રડતા રોકી શક્યો નહીં. આ દરમિયાન આખા ગામમાં શાંતિ છવાઈ ગઈ હતી. કોઈપણ ઘરમાં ચૂલો સળગ્યો ન હતો.
આ પહેલા જ્યારે દરેકના મૃતદેહ ગામમાં પહોંચ્યા ત્યારે આખા ગામમાં શોકની લહેર હતી. સતત વધતી ચીસોથી આખું ગામ ધ્રૂજી ઊઠ્યું. જ્યારે દસ અર્થી એકસાથે રાખવામા આવ્યા ત્યારે પરિવારના સભ્યોની ચિસોથી વાતાવતરણમા શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ. જિલ્લા કલેક્ટર લક્ષ્મણ સિંહ કુડી, એસપી પ્રદીપ મોહન શર્મા, મુખ્યમંત્રીના સલાહકાર ડૉ. જીતેન્દ્ર સિંહ, પ્રિન્સિપાલ મનીષા ગુર્જર, સબ-ડિવિઝનલ ઓફિસર જયસિંહ, નાયબ અધિક્ષક રાજેશ કસાના, તહસીલદાર વિવેક કટારિયા અને ડઝનેક જનપ્રતિનિધિઓ અને અધિકારીઓએ પણ અંતિમ યાત્રામાં ભાગ લીધો હતો.
અકસ્માતમાં ગિરધારીલાલના પુત્ર સુમેરનો આખો પરિવાર બરબાદ થઈ ગયો હતો. સુમેરના મૃત્યુને કારણે તેની પત્ની રાજબાલા, બે પુત્રો કર્મવીર અને રાહુલ, એકમાત્ર પુત્રી દીપિકા ઘરે હતી અને અકસ્માતની જાણ થતા તેઓ બેભાન થઈ ગઈ હતી. ફાઈનલ યરમાં ભણતી દીપિકા પરીક્ષાના કારણે લોહાગર્લમાં ગઈ ન હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, ‘ઝુનઝુનુમાં એક માર્ગ અકસ્માતમાં ઘણા લોકોના મોતના સમાચાર મળતા મને ખૂબ જ દુઃખ થયું છે. આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. હું ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરું છું. વડાપ્રધાન કાર્યાલયે પણ આ ઘટનાને દુ:ખદ ગણાવીને આર્થિક મદદની ઓફર કરી છે. પીએમઓએ ટ્વીટ કર્યું કે કેન્દ્ર સરકાર મૃતકોના પરિજનોને બે લાખ રૂપિયા અને ઘાયલોને પચાસ હજાર રૂપિયા આપશે.
આ સાથે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ ટ્વીટ કર્યું છે. જિલ્લા વહીવટીતંત્ર મૃતકોના પરિવારજનોને એક-એક લાખ રૂપિયા અને ઘાયલોને વીસ હજાર રૂપિયા આપશે. આ ઘટના અંગે વાત કરીએ તો કૃષ્ણનગરમાં ગિરધારી લાલ યાદવના મૃત્યુના 15 દિવસ બાદ પરિવાર અસ્થિ વિસર્જન અને સ્નાન માટે લોહાગલ ગયો હતો.
અહીથી પરત ફરતી વખતે ગુધાગઢજી પાસે પરિવારનું પીકઅપ ટ્રેક્ટર સાથે અથડાતા પલટી મારી ગઈ હતી. જેમાં 11 લોકોના મોત થયા હતા. આમાથી 10 એક જ પરિવારના સભ્યો હતા. હજુ પણ ઘણા ઘાયલ છે અને તેમની સારવાર ચાલી રહી છે.