મહારાષ્ટ્રના પુણેમાં એક 10 વર્ષની બાળકીએ તેની દાદીને બચાવવા માટે ચેઈન સ્નેચર સામે બાથ ભીડી હતી. યુવતીની હિંમત સામે ચેઈન સ્નેચર પોતાનો જીવ બચાવીને સ્થળ પરથી ભાગી ગયો હતો. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જોવા મળી રહ્યો છે અને લોકો બાળકીની હિંમત અને સમજદારીના વખાણ કરી રહ્યા છે.
https://twitter.com/ANI/status/1633986221956374528
10 વર્ષની બાળકીએ દાદીને ચેઈન સ્નેચરથી બચાવ્યા
પોલીસને આપેલી ફરિયાદ મુજબ આ ઘટના પુણે શહેરમાં 25 ફેબ્રુઆરીએ બની હતી જ્યારે લતા ઘાગ નામની 60 વર્ષની વૃદ્ધ મહિલા શહેરના મોડલ કોલોની વિસ્તારમાં તેની પૌત્રી રૂતાવી ઘાગ સાથે ઘરે જઈ રહી હતી.
આ દરમિયાન સામેથી એક બાઇક સવાર તેમની પાસે આવ્યો હતો અને રસ્તો પૂછવાના બહાને વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાની ચેઇન આંચકી લેવાનો પ્રયાસ કર્યો હતો.
ચેઈન સ્નેચરના ચહેરા પર માર્યુ બેગ
આ જોઈને 10 વર્ષની રૂતાવીએ ચેઈન સ્નેચરનો સામનો કર્યો અને તેણીએ તેના હાથમાં બેગ પકડી હતી તે ચેઈન સ્નેચરના ચહેરા પર મારવાનું શરૂ કર્યું. યુવતીના આ હુમલાથી ગભરાઈ ગયેલો ચેઈન સ્નેચર તરત જ સ્થળ પરથી ભાગી ગયો હતો.
આ છે મનોકામના પૂર્તિ મંત્ર: દરેક ઈચ્છા 21 દિવસમાં પૂરી થવાની ખાતરી, ફક્ત 51 વાર જાપ કરો અને પછી જુઓ
આ સ્નેચિંગમાં વૃદ્ધ મહિલા રોડ પર પડી હતી જેના કારણે તેને ઈજા થઈ હતી. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસે પુણેના શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 393 હેઠળ આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.