મધ્યપ્રદેશના જબલપુરમાં હિન્દુ ધર્મ સેનાએ હિન્દુ યુવતીઓની ઘટતી સંખ્યા પાછળ લવ જેહાદનો આરોપ લગાવ્યો છે. તેની સામે સંગઠને મુસ્લિમ છોકરીઓ સાથે લગ્ન કરનારા હિન્દુ છોકરાઓને 11,000 રૂપિયાનું રોકડ ઈનામ આપવાની જાહેરાત કરી હતી. લવ જેહાદ પર નવો વિવાદ ઉભો કરતા, જમણેરી સંગઠન ‘ધર્મ સેના’ એ ગુરુવારે મુસ્લિમ છોકરીઓ સાથે લગ્ન કરનારા હિન્દુ છોકરાઓને 11,000 રૂપિયાનું રોકડ ઈનામ આપવાની જાહેરાત કરી હતી.
ધર્મ સેનાના સ્થાપક અને વડા યોગેશ અગ્રવાલે કહ્યું કે જે રીતે મુસ્લિમ સંગઠનો ‘લવ જેહાદ’ ચલાવી રહ્યા છે, હિન્દુઓએ આગળ આવવું પડશે અને તેમના છોકરાઓને મુસ્લિમ છોકરીઓ સાથે લગ્ન કરવા માટે પ્રોત્સાહિત કરવા પડશે. અગ્રવાલે કહ્યું કે આ પગલું એ સુનિશ્ચિત કરશે કે છોકરીઓની વસ્તી જળવાઈ રહે. તેમણે કહ્યું કે ધર્મ પરિવર્તનને કારણે હિન્દુ છોકરીઓની સંખ્યા ઘટી રહી છે.
તેમણે કહ્યું, “જો કોઈ હિન્દુ યુવક, જે મુસ્લિમ યુવતી સાથે પ્રેમમાં છે, તેની સાથે લગ્ન કરવાનું નક્કી કરશે તો ધર્મસેના તમામ વ્યવસ્થા કરશે અને 11,000 રૂપિયાનું રોકડ ઇનામ પણ આપશે. હવે સમય આવી ગયો છે કે અમે તમારી દીકરીઓને બચાવીએ. હિન્દુ પરિવારોમાં મુસ્લિમ છોકરીઓને પણ સ્વીકારો. ધરમ સેનાએ જબલપુરમાં 200 થી વધુ સક્રિય કાર્યકરો સાથેનું જૂનું હિન્દુ સંગઠન છે. આ સંગઠન અગાઉ ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલું હતું, પરંતુ બાદમાં બંને સાથે સંબંધો તોડી નાખ્યા હતા.
આ પણ વાંચો
યુવાને 27 હજારનો નવો નકોર મોબાઈલ ખરીદ્યો, અઠવાડિયા પછી જ ભયંકર રીતે બ્લાસ્ટ થયો, મોત દેખાઈ ગયું
અગ્રવાલે કહ્યું કે આ પગલું દેશભરમાં ‘લવ જેહાદ’ દ્વારા મુસ્લિમ છોકરાઓ દ્વારા હિન્દુ છોકરીઓને લલચાવવાની કથિત રીતે વધી રહેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે હાલમાં આ રકમ 11,000 રૂપિયા હશે પરંતુ જો તેઓ ક્યાંકથી આર્થિક મદદની વ્યવસ્થા કરશે તો ઈનામમાં વધારો થશે. તેમણે કહ્યું કે દેશમાં હિંદુ છોકરીઓની વસ્તીમાં ઘટાડો થયો છે અને આ સમયે આ પહેલ ખૂબ જ જરૂરી પગલું છે. અગ્રવાલ હાલમાં જ જબલપુરની એક હિંદુ યુવતીના અંતિમ સંસ્કારમાં સામેલ થયો હતો જેણે મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા હતા. યુવતી ‘લવ જેહાદ’નો શિકાર બની હતી.