India News : યુપીના ભદોહી (Bhadohi) જિલ્લામાં એક કારમાંથી 13 કિલો સોનાના બિસ્કિટ મળી આવ્યા છે. પોલીસે ચેકિંગ (Police checking) દરમિયાન કરોડો રૂપિયાનું જંગી સોનું જપ્ત કર્યું છે. વાસ્તવમાં ભદોહી પોલીસ કોતવાલી વિસ્તારમાં વાહનોની તલાશી લઈ રહી હતી. આ દરમિયાન તેમણે એક કારને રોકવાનો ઈશારો કર્યો, પરંતુ કારમાં બેઠેલા લોકો સ્પીડ વધારીને ભાગવા લાગ્યા. પોલીસે કારનો પીછો કરી તેને રોકી હતી. આ પછી, એક વ્યક્તિ કારમાંથી નીચે ઉતર્યો અને ભાગી ગયો.
તે જ સમયે, પોલીસે કારની તલાશી લેતા, તેમાં બેઠેલા બે લોકો પાસેથી સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. સોનાનો મોટો જથ્થો જોઈને પોલીસના પણ હોશ ઉડી ગયા હતા. જપ્ત કરવામાં આવેલા સોનાના બિસ્કિટનું વજન ૧૩ કિલો હતું. પોલીસે કારમાં હાજર બંને તસ્કરોની ધરપકડ કરી હતી. બજારમાં જપ્ત કરવામાં આવેલા સોનાની કિંમત અંદાજે 8 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.
ભદોહીના એસપી મીનાક્ષી કાત્યાયનની આગેવાની હેઠળની પોલીસ ટીમે કાર્યવાહી કરી છે. આ પહેલા યુપીના સુલ્તાનપુર જિલ્લામાં ચેકિંગ દરમિયાન પોલીસને તસ્કરો પાસેથી 1 કિલો સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. આ બિસ્કિટમાં ઓસ્ટ્રેલિયન સરકારનો ટ્રેડમાર્ક હતો. જણાવવામાં આવી રહ્યું છે કે નેપાળના રસ્તે ભારતમાં સોનાના બિસ્કિટની દાણચોરી કરવામાં આવી રહી હતી. પોલીસે ત્રણેય તસ્કરોની ધરપકડ કરી હતી.
માહિતી અનુસાર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (લખનઉ ઝોનલ યુનિટ)ને માહિતી મળી હતી કે વિદેશથી સોનાના બિસ્કિટ ગોરખપુરથી પ્રયાગરાજ થઈને સુલ્તાનપુર લઈ જવામાં આવી રહ્યા છે. માહિતી મળ્યા બાદ સુલતાનપુર પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો ત્યારબાદ વાહનોનું સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં મેઘરાજાનું દે દનાદન, આજે 10 રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી, જાણો શું કહે છે હવામાન વિભાગ
આજે અમદાવાદમાં વરસાદ પડ્યો તો ભારત-પાક. વર્લ્ડ કપ મેચ ધોવાઈ જશે, કોઈ રિઝર્વ ડે રાખવામાં જ નથી આવ્યો
આ દરમિયાન ત્રણ લોકો ઝડપાયા હતા જેમની પાસેથી 1 કિલો સોનું મળી આવ્યું હતું. પકડાયેલા લોકો પાસેથી લગભગ 1 કિલો વજનના ઓસ્ટ્રેલિયન માર્કના સોનાના બિસ્કિટ મળી આવ્યા છે. પૂછપરછ દરમિયાન ત્રણેય તસ્કરોએ જણાવ્યું હતું કે, આ સોનું નેપાળના રસ્તે ભારત લાવવામાં આવી રહ્યું છે.