India News: હરિયાણામાં સાંપ્રદાયિક અથડામણના સંબંધમાં કુલ 176 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 78 લોકોને નિવારક કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. રાજ્ય સરકારના એક ઉચ્ચ અધિકારીએ ગુરુવારે આ માહિતી આપી. અધિક મુખ્ય સચિવ ટીવીએસએન પ્રસાદે પણ કહ્યું કે કુલ 93 એફઆઈઆર નોંધવામાં આવી છે, જેમાં નુહમાં 46, ગુરુગ્રામમાં 23, ફરીદાબાદમાં ત્રણ, રેવાડીમાં ત્રણ અને પલવલમાં 18 સામેલ છે. પ્રસાદે મીડિયાને સંબોધતા કહ્યું, ‘આપણે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવી પડશે. સોશિયલ મીડિયા પર ભડકાઉ કે ખોટી માહિતી ન ફેલાવવી જોઈએ.
નૂહ હિંસા (Nuh Violence) માં સામે આવી રહેલા મોનુ માનેસર અંગે અધિક મુખ્ય સચિવે કહ્યું, “મોનુ માનેસરને પકડવા માટે હરિયાણા પોલીસ રાજસ્થાન પોલીસને સંપૂર્ણ સહયોગ કરશે.” તેમણે નૂહમાં થયેલી હિંસાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી અને કહ્યું, “જે કોઈ પણ જે હિંસા આચરે છે તેમને બક્ષવામાં આવશે નહીં, આગળ પણ નૂહમાં ધાર્મિક યાત્રા યોજાશે અને તેને કોઈ રોકી શકશે નહીં.” તેમણે વધુમાં કહ્યું કે હિંસા સુનિયોજિત રીતે થઈ છે અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું તોફાનીઓએ પહેલા સાયબર પોલીસ સ્ટેશનને નિશાન બનાવ્યું.તેમણે કહ્યું કે અથડામણ માટે જે લોકો જવાબદાર છે તેમને બક્ષવામાં આવશે નહીં. પ્રસાદે કહ્યું કે જે કોઈ કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે તેની સામે અમે કડક કાર્યવાહી કરીશું.
ટામેટાંના ભાવે ફરીથી લોકોને રાતે પાણીએ રડાવ્યા, 260 રૂપિયાના એક કિલો, હજુ આના કરતા પણ ભાવ વધારો થવાની શક્યતા, જાણો કારણ
આ લખનઉ છે સાહેબ, જો ગાડી નો પાર્કિગમાં ઊભી રાખી તો…. મંત્રી અને પોલીસના પણ મેમો ફાટ્યા, આખા ભારતમાં કિસ્સાની જોરદાર ચર્ચા
અમને ધમકી મળી છે, જો ઘર ખાલી નહીં કરીએ તો… હિંસા બાદ નૂંહ ગુરુગ્રામમાંથી બુલેટ ટ્રેનની ગતિએ પલાયન શરૂ, મજદુરો ભાગ્યા
પ્રસાદે કહ્યું કે પરિસ્થિતિ ઝડપથી સામાન્ય થઈ રહી છે. તેણે કહ્યું, ‘હું કહીશ કે તે (સ્થિતિ) સામાન્ય થઈ ગઈ છે. અમારી પાસે પૂરતા પ્રમાણમાં સુરક્ષા દળો છે. કેન્દ્રને વિનંતી કરવામાં આવી હતી અને કેન્દ્રીય દળોની 24 કંપનીઓ પૂરી પાડવામાં આવી હતી.તેમણે કહ્યું કે ભારતીય રિઝર્વ બટાલિયન (IRB)ની એક બટાલિયન નૂહમાં તૈનાત કરવામાં આવી છે. પ્રસાદે કહ્યું, “ખૂબ જ ટૂંક સમયમાં અમે મેવાતમાં રેપિડ એક્શન ફોર્સ (Rapid Action Force) કેન્દ્રની સ્થાપના કરીશું, જે એક કાયમી કેન્દ્ર હશે.” ગુરુગ્રામમાં હિંસામાં બે હોમગાર્ડ જવાન અને એક મૌલવી સહિત છ લોકોના મોત થયા છે.