પશુપાલનના શોખીન મધ્યપ્રદેશના લોકોને મોટો આંચકો લાગ્યો છે. હવે પશુપાલનના બદલામાં પૈસા ચૂકવવા પડશે. જુદા જુદા પ્રાણીઓ માટે અલગ-અલગ ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે. હવે રાજ્યમાં એક ગાયના ઉછેર માટે 200 રૂપિયા ચૂકવવા પડશે. આ સાથે પશુઓનું રજીસ્ટ્રેશન પણ કરવાની રહેશે.
ગાય રાખવા માટે 200 રૂપિયા ચૂકવવા પડશે તો આ સિવાય કૂતરા અને બિલાડી માટે 150 રૂપિયા ખર્ચ થશે. દરેક પ્રાણીનો અલગ બ્રાન્ડિંગ કોડ હશે.
આ સાથે જ વાત કરીએ તો ઘણા લોકો ઘરે કૂતરા પાળે છે. જ્યોતિષમાં પણ કાળો કૂતરો પાળવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં બરકત આવે છે અને ઘણા ગ્રહ દોષો પણ દૂર થાય છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં કૂતરાને પાળવાનું પણ જ્યોતિષશાસ્ત્રમાં મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યું છે. તેનાથી કુંડળીમાં રહેલા ઘણા ગ્રહ દોષો દૂર થાય છે અને ઘણી સમસ્યાઓથી રાહત મળે છે.
સંતાન પ્રાપ્તિ અને બાળકના સ્વાસ્થ્ય માટે ઘરમાં કાળો કૂતરો રાખવો શુભ માનવામાં આવે છે. જે ઘરમાં કાળો કૂતરો હોય છે તેને ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી. સાથે જ કૂતરા પાળવાથી રોકાયેલા પૈસા પણ પાછા મળવા લાગે છે. નોકરી અને કાર્યક્ષેત્રમાં પ્રગતિ માટે કાળો કૂતરો પાળવો ખૂબ જ અસરકારક છે.
અદાણી ટોપ 30માંથી પણ બહાર, હિડનબર્ગે ઢાંઢુ ભાંગી નાખ્યું, હવે આટલી જ સંપત્તિ બચી, એ પણ ધોવાઈ જશે!
બેવડી ઋતુએ મારી નાખ્યાં, અમદાવાદમાં એક જ અઠવાડિયામાં 20 હજાર દર્દીઓ દાખલ, રોગચાળો ઘરે ઘરે ઘુસી ગયો
સુરતથી સીધી સ્વિટ્ઝર્લૅન્ડ બૂમ પડે… પટેલોએ એવી જાન કાઢી, 100થી વધુ કરોડોની કાર, વરરાજા બળદગાડામાં, તમે જુઓ તો ખરાં
શાસ્ત્રોમાં કાળો કૂતરો શનિ અને કેતુ ગ્રહોને મજબૂત કરવા માટે શુભ માનવામાં આવે છે. બીજી તરફ વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં કૂતરો પાળવો પણ શુભ માનવામાં આવે છે. આ પ્રમાણે જ્યાં કાળો કૂતરો હોય છે ત્યાં નકારાત્મક ઉર્જાનો વાસ નથી થતો. શાસ્ત્રો અનુસાર જો સંતાન સુખમાં કોઈ પ્રકારનો અવરોધ હોય તો ઘરમાં કાળો કૂતરો રાખવો જોઈએ. તેનાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે.