Summer Honeymoon Destinations: નવા પરણેલા કપલ માટે હનીમૂન ઘણું ખાસ હોય છે. તે જીવનના એ સોનેરી ક્ષણો હોય છે જે જીવનભર કપલ્સ માટે ખાસ બની રહે છે. તેવામાં જરૂરી છે કે તમે તમારા હનીમૂન ડેસ્ટિનેશનની પસંદગી કરતી વખતે સાવધાન રહો અને સારી એવી જગ્યા પર જવાનો પ્લાન બનાવો. જો તમારા લગ્ન ગરમીની સિઝનમાં થઈ રહ્યા છે તો અમે તમને જણાવીએ છીએ કે દેશમાં કઈ જગ્યાએ જઈને તમારા નવા લાઇફ પાર્ટનર સાથે સમય પસાર કરી શકો છો.
મનાલી : હિમાચલ પ્રદેશના કુલ્લૂ જિલ્લામાં આવેલા મનાલી શહેરનું નામ બેસ્ટ હનીમૂન ડેસ્ટિનેશન તરીકે ઓળખાય છે. મનાલીમાં રોહતાંગ પાસ, સોલંગ વેલી, ઓલ્ડ મનાલી, ભૃગુ લેક, હિડિંબા મંદિર, મણિકર્ણ અને જોગિની ફોલ્સ વગેરે સ્થળે કપલ્સ માટે ઘણી સારી જગ્યા છે. અહીં હાઈકિંગ, ટ્રેકિંગ, પેરાગ્લાઇડિંગ, રિવર રાફ્ટિંગ, કૈપિંગ, રોક ક્લાઇબિંગ જેવી એડવેન્ચર્સ ગેમ્સની મજા પણ માણી શકશો. અહીં તમે મનાલી રોડ અને હવાઈ મુસાફરી દ્વારા સરળતાથી પહોંચી શકો છો.
ગુલમર્ગ : ભારતનું મિની સ્વિટ્ઝરલેન્ડ જમ્મુ અને કાશમીર નવા કપલ્સ માટે ખાસ સ્થળો પૈકી એક છે. ખાસ કરીને ગુલમર્ગની દેશના સૌથી સુંદર સ્થળોમાં ગણતરી થાય છે. અહીં ભારત જ નહીં, વિદેશી કપલ્સ પણ હનીમૂન પીરિયડ એન્જોય કરવા માટે આે છે. ગુલમર્ગમાં ગોંડોલા, ખિલનમાર્ગ, નિંગલી નલ્લાહ, અફાર્વત પીક, બાબા રેશી જેવા જાણિતા ટૂરિસ્ટ સ્પોટ છે., અહીં તમે ડલ ઝીલની મજા માણી શકો છો. આ ઉપરાંત ગોલ્ફ, ટ્રેકિંગ અને ગોંડાલામાં કેબલ કારની સવારી પણ એન્જોય કરી શકો છો.
અંડમાન નિકોબાર : અંડમાન નિકોબાર હનીમૂન માટે શ્રેષ્ઠ અને રોમેન્ટિક ડેસ્ટિનેશન તરીકે ઓળખાય છે. અહીંના બીચ, સફેદ રેત, સ્વાદિષ્ટ ભોજન, રિજોર્ટ્સ અને શાનદાર વોટર સ્પોટ્સ દરેકને રોમાંચિત કરે છે. અહીં તમે હેવલોક આઈલેન્ડ, એલિફેન્ટા બીચ, નીલ આઈલેન્ડ, સેલુલર જેલ, રાધાનગર બીચ, ડિગલીપુર, રોસ દ્વીપ, વાઇપર દ્વીપ વગેરે સ્થળો પર સારો સમય પસાર કરી શકો છો.
ગોવા : યંગ કપલ્સમાં ગોવાનો ક્રેઝ ખાસ જોવા મળે છે. આ હનીમૂન માટે સૌથી ફેવરેટ અને રોમેન્ટિક જગ્યાઓ માટે ઓળખાય છે. અહીં તમારા પાર્ટનર સાથે બીચ પર સારો એવો સમય પસાર કરી શકો છો. આ ઉપરાંત અહીંની નાઇટલાઇફ પણ ઘણી જીવંત હોય છે. આ ઉપરાંત ક્રૂઝ પર કેન્ડર લાઇટ ડિનર, ડાન્સ વગેરે પણ અહીં એન્જોય કરી શકો છો.
ઔલી: લગ્ન પછી ફરવા માટે શ્રેષ્ઠ જગ્યાઓ પૈકી એક છે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલું ઔલી. ઔલીમાં તમે પ્રકૃતિને મનભરીને માણી શકો છો. આ ઉપરાંત કેબલ કારની સવારી કરીને પણ તમે અહીંની સુંદરતા જોઈ શકો છો. નંદા દેવી, ગુરસો બુગ્યાલ, ત્રિશૂલ પીક, ચેનાબ ઝીલ, જોશી મઠ, રૂદ્રપ્રયાગ, નંદપ્રયાગ, છત્રા કુંડ વગેરે અહીં ફરવા માટે ઘણી જગ્યાઓ છે.