સ્કોટલેન્ડમાં પ્રેક્ટિસ કરતા ૭૨ વર્ષીય ભારતીય મૂળના ડૉક્ટરને ૪૮ મહિલા દર્દીઓ પર ૩૫ વર્ષ સુધી યૌન શોષણ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. જનરલ પ્રેક્ટિશનર ક્રિષ્ના સિંહ પર ચુંબન, શરીરના અંગો અડાવવા, અયોગ્ય પરીક્ષા કરાવવા અને ગંદી વાત કરવાના આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે. જાેકે, તેણે ગ્લાસગો હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન આ આરોપોને નકારી કાઢ્યા હતા.
ડૉક્ટરે ભારપૂર્વક કહ્યું કે દર્દી ખોટા આક્ષેપો કરી રહ્યો છે. કેટલીક તપાસ એવી હતી જે તેણે ભારતમાં તેની તબીબી તાલીમ દરમિયાન શીખી હતી. પ્રોસિક્યુટર એન્જેલા ગ્રેએ કોર્ટને કહ્યું, “ડૉ સિંઘ નિયમિતપણે મહિલાઓની જાતીય સતામણી કરે છે. કેસની સુનાવણી કરતા ન્યાયાધીશે આગામી મહિના સુધી સજા મોકૂફ રાખી છે. તેમજ સિંઘને પાસપોર્ટ જમા કરાવવાની શરતે જામીન પર મુક્ત કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
સ્કોટલેન્ડના સમાચારો અનુસાર, ફેબ્રુઆરી ૧૯૮૩ થી મે ૨૦૧૮ વચ્ચે બનેલી ઘટનાઓને લઈને આરોપો લગાવવામાં આવ્યા છે. આમાંના મોટા ભાગના ઉત્તર લેનારકશાયરમાં પ્રેક્ટિસ દરમિયાનના બનાવો પર આધારિત છે. આરોપોમાં જણાવાયું છે કે ડોક્ટરે હોસ્પિટલની અંદર, અકસ્માત અને ઈમરજન્સી વોર્ડમાં, પોલીસ સ્ટેશનોમાં અને દર્દીઓના ઘરે પણ આવા ગુના આચર્યા હતા. પ્રોસીક્યુટર એન્જેલા ગ્રેએ કોર્ટને જણાવ્યું હતું કે ડોક્ટર એક રીઢો ગુનેગાર હતો અને તેણે સતત ખોટું કામ કર્યું હતું. મહિલાઓ વિરૂદ્ધ ગુનાઓ આચરવા એ ડૉ.સિંઘની નિત્યક્રમ હતી.
ગુના એ તેમના કામકાજના જીવનનો એક ભાગ હતો. ક્યારેક નાના તો ક્યારેક ગંભીર ગુનાઓ આચરતો હતો. સિંઘને સમુદાયના આદરણીય સભ્ય તરીકે જાેવામાં આવ્યા હોવા છતાં, તેમને તબીબી સેવાઓમાં યોગદાન બદલ રોયલ મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર સન્માનથી પણ નવાજવામાં આવ્યા હતા.
૨૦૧૮ માં, એક મહિલાએ ડૉક્ટરને ગેરવર્તણૂકની જાણ કર્યા પછી તપાસ કરવામાં આવી હતી. જેમાં તબીબના વર્તન અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી. પીડિતો સામેના ૫૪ આરોપોમાં ડૉક્ટરને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જ્યારે તે અન્ય નવ આરોપોમાં દોષિત સાબિત થયો ન હતો અને અન્ય બે આરોપોમાં દોષિત ન જણાયો.