ભારતમા આવું પહેલીવાર થયું, આ ગામમાં એકસાથે 60 ટકા લોકો બિમાર, દરેક ઘરમાં 5 દર્દી, રોગોનો રાફડો ફાટ્યો

Lok Patrika Desk
By Lok Patrika Desk
RAJASTHAN
Share this Article

રાજસ્થાનના બાડમેર જિલ્લાના એક ગામની 60 ટકા વસ્તી બિમાર પડી છે. આટલી મોટી સંખ્યામાં લોકો બિમાર પડ્યા બાદ વહીવટીતંત્ર અને આરોગ્ય અધિકારીઓ એલર્ટ મોડ પર છે. સ્થિતિ એવી છે કે આ ગામના લગભગ દરેક ઘરમાં 3-4 દર્દીઓ છે. આટલું જ નહીં ઘણા એવા ઘર છે જ્યાં રહેતા તમામ સભ્યો હોસ્પિટલમાં દાખલ છે. બીમાર લોકોને બાડમેર અથવા જોધપુર અને બહારના વિસ્તારોમાં આવેલા આરોગ્ય કેન્દ્રોમાં દાખલ કરવામાં આવે છે.
અહીં આ અંગેની માહિતી મળતા ખળભળાટ મચી ગયો છે અને આરોગ્ય વિભાગે પોતાની વિશેષ ટીમને ગામમાં આરોગ્ય તપાસ માટે મોકલી છે. આ ગામનું નામ તિર્સીગડી છે અને તે જિલ્લા મુખ્યાલયથી લગભગ 100 કિમી દૂર છે.

RAJASTHAN

આ ગામમાં 90 ટકા લોકો ડેન્ગ્યુ અને મેલેરિયા અને અન્ય વાયરલ રોગોથી પીડિત છે. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે આ ગામના ઘણા લોકોને અચાનક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જે બાદ પ્રશાસને તેની નોંધ લીધી હતી. આરોગ્ય વિભાગના અધિકારીઓએ ડેન્ગ્યુ, કોવિડ, મેલેરિયા અને અન્ય રોગોના નમૂના એકત્ર કર્યા છે. બાડમેરના ચીફ મેડિકલ અને હેલ્થ ઓફિસર ડૉ. સી.એસ ગજરાજનું કહેવું થે કે પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે અહીં કોઈ વાયરલ ઈન્ફેક્શન ફેલાઈ ગયું છે પરંતુ સાચી હકીકત મેડિલ રિપોર્ટ આવ્યા બાદ જ બહાર આવશે.

RAJASTHAN

પેટમાં દુખાવો અને તાવ

તિર્સીગડી ગામના રહેવાસી ગફૂર ખાને જણાવ્યું કે તે છેલ્લા દિવસથી હોસ્પિટલમાં દાખલ છે. તેને પેટમાં દુખાવો અને તાવની ફરિયાદ છે. તેમણે કહ્યું કે ગામના મોટાભાગના લોકો બિમાર છે. મોટાભાગના લોકોમાં પેટમાં દુખાવો અને તાવના લક્ષણો જોવા મળે છે. ગામના અન્ય રહેવાસી અલીમે જણાવ્યું કે તેના પરિવારના 10-12 લોકો બીમાર હતા. તેમાંથી કેટલાક જોધપુરમાં અને કેટલાક બાડમેરની હોસ્પ્ટિલમાં દાખલ છે. તેમના કહેવા પ્રમાણે, ગામમાં 250 ઘરો છે, જેમાં 60 ટકાથી વધુ લોકો બિમાર છે. હાલમાં 23 લોકો બાડમેરની સરકારી હોસ્પિટલમાં દાખલ છે અને 13 લોકોને જોધપુર રિફર કરવામાં આવ્યાં છે.

RAJASTHAN

સ્થાનિક ધારાસભ્યનું નિવેદન

સ્થાનિક ધારાસભ્ય મેવારામ જૈનનું કહેવું છે કે પરિસ્થિતિની ગંભીરતાને જોતા તેમણે અધિકારીઓને જરૂરી પગલાં લેવા અને પરિસ્થિતિ કેવી રીતે બની તેની માહિતી એકત્ર કરવા જણાવ્યું છે. તેમણે અધિકારીઓને આ રોગ શું છે અને તે કેવી રીતે ફેલાય છે તે શોધવાનું કહ્યું છે.

35 કરોડ લોકો માટે મોટા સમાચાર, ચૂંટણી પહેલા મોદી સરકારે આપી જબરદસ્ત ભેટ! જાણો તમારા ફાયદાની વાત

હવામાન વિભાગની ચોમાસાને લઈ સૌથી પહેલી આગાહી, જાણો આ વર્ષે કેવો રહેશે ગુજરાતમાં વરસાદ, ચિંતા જેવું નથી

સેલિબ્રેશનની તૈયારી શરૂ કરો… પરિણિતી ચોપરા સાથે લગ્નની વાત પર રાઘવ ચઢ્ઢાએ આપી દીધું ગ્રીન સિગ્નલ

વહીવટીતંત્રમાં હલચલ

ડૉ. સી.એસ. ગજરાજના જણાવ્યા મુજબ ગામમાં ડેન્ગ્યુના 5 કેસ કન્ફર્મ થયા છે. 31 માર્ચના રોજ ગામમાં ડેન્ગ્યુનો પ્રથમ કેસ નોંધાયો હતો. તેમણે કહ્યું કે ગામમાં મેડિકલ ટિમ મોકલવામાં આવી છે અને સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. જિલ્લા કલેકટર લોક બંધુએ જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગને ડોર ટુ ડોર ઝુંબેશ સરવે કરવા જણાવ્યું છે. આરોગ્ય અધિકારીઓને ફોગિંગની સાથે દવાની કીટનું વિતરણ કરવા સૂચના આપવામાં આવી છે. તેમણે કહ્યું કે તહસીલદાર અને બીડીઓની ટીમ પણ આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી રહી છે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે જો નજીકના કોઈ ગામમાં આ રોગોના લક્ષણો જોવા મળે તો તાત્કાલિક પગલાં લેવા જોઈએ.


Share this Article