67 વર્ષીય ડોને દાઉદે કર્યા બીજા લગ્ન, 6 ભાઈઓ, 4 બહેનો, 3 બાળકો… ડોન દાઉદ ઈબ્રાહિમનો પરિવાર છે ઘણો મોટો

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

ભારતનો મોસ્ટ વોન્ટેડ ગુનેગાર દાઉદ ઈબ્રાહિમ છેલ્લા 30 વર્ષથી સરહદ પર છુપાયેલો છે. 90ના દાયકામાં મુંબઈમાં બ્લાસ્ટથી આતંક મચાવ્યા બાદ તે ભારત છોડીને દુબઈ ભાગી ગયો હતો અને થોડા સમય પછી તેણે પાકિસ્તાનમાં આશ્રય લીધો હતો. ત્યારથી તે તેના પરિવાર સાથે ત્યાં રહે છે, તે પણ ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે. આ વચ્ચે હાલ  દાઉદના બીજા લગ્નના સમાચારો સામે આવી રહ્યા છે. આજે અહી દાઉદના  પરિવાર વિશે વાત કરવામા આવી રહી છે.

67 વર્ષીય ડોને કર્યા બીજા લગ્ન

તેના કુળ વિશે જણાવતા પહેલા તેના બીજા લગ્ન વિશે પણ જાણી લો. તાજેતરમાં આ સમાચાર હેડલાઇન્સમાં છે કે 67 વર્ષના અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ કાસકરે ફરીથી લગ્ન કર્યા છે. પાકિસ્તાને તેને પોતાનો જમાઈ બનાવ્યો છે. દાઉદે બીજી વખત પાકિસ્તાની પઠાણ યુવતી સાથે લગ્ન કર્યા છે. આ ખુલાસો દાઉદ ઈબ્રાહિમના ભત્રીજા અને હસીના પારકરના પુત્ર અલી શાહે કર્યો છે.

અલી શાહની પૂછપરછ દરમિયાન થયો ખુલાસો

દાઉદના ભત્રીજા અને હસીના પારકરના પુત્ર અલી શાહે પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તેના મામા એટલે કે દાઉદ ઈબ્રાહિમે પાકિસ્તાની પઠાણ યુવતી સાથે લગ્ન કર્યા હતા. આ વાત તેને તેની પોતાની માસી એટલે કે દાઉદ ઈબ્રાહિમની પત્ની મેહજબીને જ્યારે તે દુબઈમાં તેને મળી ત્યારે તેણે કહ્યું હતું. અલી શાહે પૂછપરછ દરમિયાન એ પણ જણાવ્યું કે દાઉદ ઈબ્રાહિમે તેની પહેલી પત્ની મહજબીનને તલાક આપ્યા નથી.

દાઉદ ઈબ્રાહિમનો પરિવાર છે ઘણો મોટો

હવે વાત કરીએ દાઉદના પરિવારની. 90ના દાયકામાં મુંબઈમાં આતંક મચાવનાર દાઉદ ઈબ્રાહિમ કાસકરનો જન્મ ડિસેમ્બર 1955માં મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં થયો હતો. તેમના પિતા ઈબ્રાહિમ કાસકર મહારાષ્ટ્ર પોલીસમાં કોન્સ્ટેબલ હતા. તેના પરિવારમાં તે એકલો જ નથી. દાઉદ ઈબ્રાહિમને 7 ભાઈ અને 4 બહેનો હતા. હુમાયુ કાસકર ડોનનો સૌથી નાનો ભાઈ હતો જેનું 6 વર્ષ પહેલા કેન્સરથી મૃત્યુ થયું હતું. તેની સારવાર પાકિસ્તાનમાં જ ચાલી રહી હતી. જો કે તેની ઈચ્છા હતી કે તેની સારવાર ભારતમાં થવી જોઈએ. તે ભારત આવવા માંગતો હતો. પરંતુ આ થઈ શક્યું નહીં.

દાઉદના બે ભાઈઓની હત્યા

વર્ષ 1981માં દાઉદ ઈબ્રાહિમના મોટા ભાઈની મુંબઈમાં પઠાણ ગેંગ દ્વારા નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ ઘટના હતી  જેના પછી દાઉદ ઈબ્રાહિમ ડોન તરીકે ખુલ્લેઆમ સામે આવ્યો હતો. જ્યારે દાઉદ ભારતથી ભાગીને પાકિસ્તાનમાં સ્થાયી થયો ત્યારે તેના બીજા ભાઈ નૂરા કાસકરનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ કામ સરદાર રહેમાન ગેંગ દ્વારા કરવામાં આવ્યું હતું. તેણે નૂરાને છોડવાના બદલામાં દાઉદ ઈબ્રાહિમ પાસેથી 200 કરોડ રૂપિયાથી વધુની ખંડણી માંગી હતી. પરંતુ દાઉદ ખંડણીની આ રકમ આપી શક્યો ન હતો.

અહી રહે છે દાઉદના ભાઈઓ

પરિણામ એ આવ્યું કે વર્ષ 2009માં સરદાર રહેમાન ગેંગે નૂરાની હત્યા કરી અને તેની લાશ કરાચીમાં દાઉદના ઘરે મોકલી દીધી. માર્યા ગયેલા ત્રણ ભાઈઓ સિવાય દાઉદ ઈબ્રાહિમના વધુ ત્રણ ભાઈઓ છે. જેમાં અનીસ ઈબ્રાહિમ, ઈકબાલ કાસકર, મુસ્તાકિમ અલી કાસકર અને ઝૈતુન અંતુલેનો સમાવેશ થાય છે. આ ચારેય મુંબઈ, દુબઈ અને કરાચીમાં અલગ-અલગ જગ્યાએ રહે છે. મુંબઈમાં રહેતા ઈકબાલ કાસકરની થોડા સમય પહેલા ફરી ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા પણ તેની અનેકવાર અટકાયત કરવામાં આવી છે. બિલ્ડર પાસેથી ખંડણી માંગવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી.

દાઉદનો બિઝનેસ બહેને સંભાળ્યો

દાઉદ ઈબ્રાહિમને ચાર બહેનો હતી. જેમાં હસીના પારકર, સૈદા પારકર, ફરઝાના તુંગેકર અને મુમતાઝ શેખનો સમાવેશ થાય છે. પરંતુ તેમાંથી હસીના પારકર અને ફરઝાના તુંગેકરનું મૃત્યુ થઈ ચૂક્યું છે. દાઉદ ભારતથી ભાગી ગયા પછી, તેની બહેન હસીના પારકરના પતિ ઇબ્રાહિમ પારકરે તેનો તમામ વ્યવસાય સંભાળ્યો. પરંતુ ગેંગના ઘણા સભ્યોને દાઉદ સાથે દુશ્મની હતી. જેના માટે તેના સાળા ઈબ્રાહીમને પૈસા ચૂકવવા પડ્યા હતા. ગેંગ વોરના કારણે ગવલી ગેંગ દ્વારા ઈબ્રાહિમની હત્યા કરવામાં આવી હતી. પતિના મૃત્યુ બાદ હસીના પારકરે તેના ભાઈ દાઉદનો બિઝનેસ સંભાળ્યો હતો. આ પછી જરામની દુનિયામાં લોકો તેને ગોડમધર કહેવા લાગ્યા. જોકે, બાદમાં હસીનાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.

આ છે દાઉદની નવી પત્ની 

જો દાઉદ ઈબ્રાહિમની વાત કરીએ તો તેણે મહજબીન સાથે લગ્ન કર્યા હતા. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. મહજબીને પોતાના પતિને દરેક મુશ્કેલ તબક્કામાં સાથ આપ્યો. લગ્ન બાદ ડોનને ત્રણ બાળકો થયા. જેમાં બે પુત્રી અને એક પુત્રનો સમાવેશ થાય છે. તેમની મોટી પુત્રીનું નામ માહરુક છે જેણે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાંદાદના પુત્ર જુનૈદ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. તેમની બીજી પુત્રી મેહરૂન છે જેના લગ્ન પાકિસ્તાની-અમેરિકન અયુબ સાથે થયા હતા.

લક્ઝરી લાઈફ છોડી સુરતના નામી હીરા વેપારીની દીકરીએ લીધો આકરો નિર્ણય,માત્ર 9 વર્ષની ઉંમરે બની સાધ્વી  

ફેબ્રુઆરીમાં બુધાદિત્ય યોગના કારણે આ 4 રાશિના લોકો રાતોરાત બની જશે કરોડપતિ, આવો યોગ વર્ષો પછી રચાય છે!

આજના 1 લિટર પેટ્રોલના ભાવમાં તો પહેલા સોનું આવી જતુ હતુ, વિશ્વાસ ન આવે તો જુઓ આ 60 વર્ષ જૂનું બિલ

તેમના પુત્રનું નામ મોઈન છે. જેમના લગ્ન વર્ષ 2011માં લંડનના બિઝનેસમેનની પુત્રી સાનિયા સાથે થયા હતા. આ લગ્ન સમારોહનું આયોજન કરાચીમાં કરવામાં આવ્યું હતું. અને હવે દાઉદના કુળમાં એક નવો સભ્ય જોડાયો છે, એટલે કે તેની બીજી પત્ની અને પરિવારની નવી વહુ. જે પાકિસ્તાની પઠાણ પરિવારની છે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તે કોણ છે? અને તેનું નામ શું છે? તમામ ગુપ્તચર એજન્સીઓ તેને નવી યુક્તિ કે મોસ્ટ વોન્ટેડ ડોનનું સુવિચારિત કાવતરું ગણી રહી છે.


Share this Article