India News: આંધ્રપ્રદેશમાં બોયઝ હોસ્ટેલમાં નવા વર્ષની ઉજવણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હવે આ વીડિયોને લઈને ઘણો વિવાદ થયો છે. વીડિયો વાયરલ થયો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ધોરણ 7ના વિદ્યાર્થીઓ દારૂની બોટલો સાથે ઉજવણી કરતા જોવા મળ્યા હતા. આ ઘટના 31 ડિસેમ્બરની રાત્રે અનાકાપલ્લે જિલ્લાના ચોદાવરમ શહેરમાં બની હતી, પરંતુ વીડિયો ત્રણ દિવસ પછી સામે આવ્યો હતો. જો કે પોલીસે સ્પષ્ટતા કરી છે કે આ વીડિયો રીલ માટે શૂટ કરવામાં આવ્યો છે.
વીડિયોમાં છોકરાઓ તેમની સામે બિયરની બોટલ સાથે ભોજનનો આનંદ લેતા જોઈ શકાય છે. તેમાંથી કેટલાક વીડિયો ફિલ્માવનાર વ્યક્તિને ચેતવણી આપતા પણ સાંભળી શકાય છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે લગભગ 16 વિદ્યાર્થીઓ હોસ્ટેલની દિવાલ કૂદીને બહાર આવ્યા હતા. આ સિવાય તેની સાથે બે બહારના લોકો પણ સામેલ હતા. કેટલાક કિશોરવયના વિદ્યાર્થીઓનું ગૃપ એક નિર્માણાધીન બિલ્ડીંગમાં ભેગું થયું, જ્યાં તેઓએ બિરયાની ખાધી અને દારૂ પીધો.
અનાકપલ્લેના પોલીસ અધિક્ષક (SP) KV મુરલીકૃષ્ણાએ ખુલાસો કર્યો કે પ્રારંભિક દાવાઓ ભ્રામક હતા. મુરલીકૃષ્ણના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓએ કથિત ઉજવણી દરમિયાન દારૂ કે ડ્રગ્સનું સેવન કર્યું ન હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે હોસ્ટેલની બાજુમાં રહેતા એસી મિકેનિક અને કાર ચાલક દ્વારા દારૂનું સેવન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું, ‘આ ઘટનાની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિદ્યાર્થીઓએ ન તો દારૂ પીધો હતો કે ન તો ડ્રગ્સ લીધું હતું.
કેજરીવાલને ED ફરીથી સમન્સ મોકલશે? તપાસ એજન્સીએ કર્યો ખુલાસો, શું ખરેખર ધરપકડ એ ષડયંત્રનો એક ભાગ?
રીલ બનાવવાના બહાને વિદ્યાર્થીઓ તે જગ્યાએ બેસી ગયા હતા અને જ્યારે વિદ્યાર્થીઓ બિરયાની ખાઈ રહ્યા હતા ત્યારે વીડિયો શૂટ કરવામાં આવ્યો હતો. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આ ઘટના 31 ડિસેમ્બરે બની હતી અને મિકેનિક દ્વારા વિડિયો શૂટ કરવામાં આવ્યો હતો, “ઘટના સ્થળ કોઈ હોસ્ટેલ નથી પરંતુ હોસ્ટેલની નજીક એક નિર્માણાધીન બિલ્ડીંગ છે. મુરલીકૃષ્ણાએ કહ્યું કે, હોસ્ટેલ મેનેજમેન્ટ સામે વહીવટી કાર્યવાહી કરવામાં આવી છે અને હવે અમે વીડિયોની તપાસ કરી રહ્યા છીએ. પોલીસે જણાવ્યું કે, આ મામલે હજુ સુધી કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી.