ભારતીય હવામાન વિભાગ (ઈન્ડિયન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ) દ્વારા ચાલુ વર્ષે ચોમાસું કેવું રહેશે તેનું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે. જે પ્રમાણે, આ લોન્ગ પીરિયડ એવરેજના ૯૯ ટકા વરસાદ આ વર્ષે વરસી શકે છે. જાેકે, આ અનુમાન સાચું પડશે તે વિચારીને કેટલું ખુશ થવું જાેઈએ? ભૂતકાળના ડેટા પર નજર નાખીએ તો, આઈએમડીના ચોમાસાના મોટાભાગના પરિમાણાત્મક પૂર્વાનુમાનો સાચા ઠર્યા નથી. જાેકે, હવામાન ખાતાની લાંબા સમયની આગાહી કરવાની ક્ષમતામાં સુધારો આવી રહ્યો છે.
આઈએમડીએ ચોમાસાનું પહેલું લોન્ગ રેન્જ ફોરકાસ્ટ (એલઆરએફ) એપ્રિલમાં ૫ ટકાની વધ-ઘટના માર્જિન સાથે કર્યું હતું. ગત વર્ષે હવામાન ખાતાએ સીઝનના પ્રથમ એલઆરએફમાં ૯૮ ટકા વરસાદ પડશે તેવી આગાહી કરી હતી અને ચોમાસું ૯૯ ટકા એલપીએસાથે પૂરું થતાં આગાહી સચોટ રહી હતી તેમ કહી શકાય. જાેકે, આવી સફળતા ૨૦૧૧-૨૦૨૦ સુધીના દશકામાં નહોતી મળી. એ સમયે ચોમાસુ હવામાન વિભાગની ૧૦માંથી ૮ આગાહીથી વિપરીત રહ્યું હતું.
૨૦૧૧ અને ૨૦૧૭માં હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણેનું ચોમાસુ રહ્યું હતું. ૨૦૧૧-૨૦૨૦ દરમિયાન પડેલા વરસાદનું સરેરાશ વિચલન આગાહી કરતાં ૭.૧ પર્સન્ટેજ પોઈન્ટ હતું, જે એરર માર્જિન પૂર્વાનુમાન કરતાં વધુ હતું. અગાઉના દશકા (૨૦૦૧-૨૦૧૦) કરતાં આ સુધારો જાેવા મળ્યો હતો કારણકે એ સમયે સરેરાશ વિચલન આગાહી કરતાં ૮.૬ પર્સન્ટેજ પોઈન્ટ વધારે હતું. આ દશકાના સમયગાળામાં ત્રણ વર્ષ દરમિયાન ચોમાસુ આગાહીના એરર માર્જિનના પાંચ ટકાની અંદર રહ્યું હતું.
જાેકે, ૨૦૦૧-૨૦૧૦ના દશકામાં ૩-૪ જેટલાં સચોટ પૂર્વાનુમાનોને કારણે અગાઉની નિષ્ફળતા પૂરાઈ ગઈ હતી. ચાર વર્ષમાં હવામાન ખાતાના અનુમાન ૧૦ પર્સન્ટેજ પોઈન્ટ અથવા તેનાથી વધુ ખોટા રહ્યા હતા જ્યારે તેની સાપેક્ષમાં ૨૦૧૧-૨૦૨૦માં એક ખોટું અનુમાન હતું. ૨૦૦૨ અને ૨૦૦૯માં અનુક્રમે ૨૦ અને ૧૯ પર્સન્ટેજ પોઈન્ટ જ્યારે ૨૦૦૪માં ૧૩ પર્સન્ટેજ પોઈન્ટથી પૂર્વાનુમાન ખોટા રહ્યા હતા. પરિણામે ૨૦૦૭માં આગાહી કરવાની સંપૂર્ણ પદ્ધતિની ફેરતપાસ કરવામાં આવી હતી.
જાેકે, ભારતીય હવામાન વિભાગ એવું જટિલ કાર્ય હાથમાં લઈ રહ્યું છે જે અન્ય દેશોનું હવામાન વિભાગ કરવાનું ટાળે છે. ભારતીય હવામાન વિભાગ દેશમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન થનારા વરસાદના આંકડાની આગાહી કરે છે. પરિમાણાત્મક આગાહી કરવાનું કાર્ય જટિલ છે અને અન્ય દેશોની વેધર એજન્સી તે કરવાનું ટાળે છે. ભારતીય હવામાન વિભાગ ૧૯૮૦ના દશકાથી પરિમાણાત્મક આગાહી કરતું આવ્યું છે.
ઘણીવાર મજાકમાં કહેવામાં આવે છે કે હવામાનની આગાહી બીજી સૌથી મુશ્કેલ સમસ્યા છે જ્યારે મનુષ્યના વર્તનની આગાહી કરવી સૌથી અઘરી છે. જાેકે, ચોમાસાની આગાહી કરવા પાછળ આપણે જે પ્રયત્નો અને રોકાણ કરી રહ્યા છીએ તે મુજબના અપેક્ષિત પરિણામ અને સુધારા નથી મળતાં, તેમ પીઢ હવામાનશાસ્ત્રી અને હાલમાં જ કેંદ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયમાંથી નિવૃત્ત થયેલા માધવન નાયર રાજીવનનું કહેવું છે.
રાજીવનનું કહેવું છે કે, આગાહીને ચોમાસામાં પડેલા વરસાદની પરિવર્તનશીલતાને આધારે આંકવી જાેઈએ. દાખલ તરીકે, ૧૯૯૧-૨૦૦૦ના દશકામાં પડેલા વરસાદ કરતાં હવામાન વિભાગની આગાહીનું સરેરાશ વિચલન ૬.૭ પર્સન્ટેજ પોઈન્ટ હતું જેની સરખામણીમાં બાકીના બે દશકામાં આગાહી અનુરૂપ રહી હતી. ૧૯૯૦ના દશકાના મોટાભાગના વર્ષોમાં ચોમાસુ સામાન્ય રહ્યું હતું અને દુકાળ નહોતો પડ્યો. જેથી ચોમાસાની પરિવર્તનશીલતા ઓછી હતી અને આગાહી સાચી પડવાની સંભાવના ઊંચી હતી.
વર્ષા પરિવર્તનશીલતાને ધ્યાનમાં રાખીએ (સરેરાશ પૂર્વાનુમાન વિચલનને પરિવર્તનશીલતાથી ભાગીએ એટલે કે માનક વિચલન), ૧૯૯૧-૨૦૦ દરમિયાન હવામાન વિભાગના પૂર્વાનુમાનોની સચોટતા ૧.૦૮ હતી જ્યાં ૧ આબોહવા સંબંધિત સંભાવના છે અને ૧થી વધુનું મૂલ્ય હોય તો તે આબોહવા સંબંધિત સંભાવના માટે ખરાબ છે. આ મૂલ્ય ૧થી ઓછું હોય તેટલી સચોટતા વધુ મળી રહે છે.
૨૦૦૧-૨૦૧૦ના દશકામાં પૂર્વાનુમાનની સચોટતા ૦.૯ની નજીક હતી અને ૨૦૧૧-૨૦૨૦ના ગાળામાં ૦.૮૨ હતી. મતલબ કે, ચોમાસામાં પરિવર્તનશીલતા વધુ હોવા છતાં ભારતીય હવામાન વિભાગની પૂર્વાનુમાન કરવાની ક્ષમતા દર દાયકામાં સુધરી છે. જળવાયુ પરિવર્તન સીઝનલ પૂર્વાનુમાનોમાં વધુ અનિશ્ચિતતાઓ પેદા કરી રહ્યું છે. પરંતુ હું આશાવાદી છું કે, ગંભીર પ્રયત્નો દ્વારા આપણે તેમાં સુધારા કરી શકીએ છીએ.
આઈએમડી આ દિશામાં કામ કરી રહ્યું છે અને આપણે આશા રાખીએ કે બધું સારું થશે, તેમ રાજીવને ઉમેર્યું. જાેકે, પરિમાણાત્મક આગાહીઓમાં આવતી મુશ્કેલીઓને જાેતાં કેટલાય નિષ્ણાતોનું માનવું છે કે, આઈએમડીએ સંભાવનાત્મક પરિણામો સુધી જ સીમિત રહેવું જાેઈએ. જેમકે, વરસાદની ઘટ રહેશે કે સામાન્ય કરતાં ઓછો કે સામાન્ય વરસાદ રહેશે વગેરે જેવી આગાહીને વળગી રહેવું જાેઈએ. જાેકે, આંકડાઓનું વળગણ એવું છે કે આ દિશામાં જવું અપર્યાપ્ત છે.