CRICKETની કાળી કમાણી છોડીને દુબઈ ભાગ્યો, ઘરેથી 14 Kg સોનું, 200 Kg ચાંદી અને 17 કરોડ રોકડા નીકળ્યા

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

આખી દુનિયામાં ક્રિકેટનો સૌથી વધુ ક્રેઝ માત્ર ભારતમાં જ જોવા મળે છે. ઘણા ચાહકો તેમના પ્રિય ક્રિકેટરને ભગવાનની જેમ પૂજે છે. ક્રિકેટ પ્રત્યે ભારતીયોના ક્રેઝનો ભારતમાં પણ ઘણો દુરુપયોગ થાય છે. અહીં આપણે ક્રિકેટ સટ્ટા વિશે વાત કરી રહ્યા છીએ. જેની જાળ સમગ્ર ભારતમાં ફેલાયેલી છે. સટ્ટાબાજી કરનારાઓ દુબઈથી ક્રિકેટના કાળા નાણાનો કારોબાર સંભાળે છે. મહારાષ્ટ્રના નાગપુરમાં ક્રિકેટ સટ્ટા સાથે જોડાયેલો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.બિઝનેસમેનનો આરોપ છે કે એક બુકીએ તેની સાથે 58 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. મહારાષ્ટ્ર પોલીસે ગોંદિયા સ્થિત એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બુકી સામે એક વેપારીને નકલી સટ્ટાબાજીની એપ્સમાં રોકાણ કરવા અને પછી તેની સાથે રૂ. 58 કરોડની છેતરપિંડી કરવા બદલ કેસ નોંધ્યો છે, એમ અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું.

મામલો સામે આવ્યા બાદ પોલીસની ટીમે જ્યારે આરોપીના ઘરે દરોડો પાડ્યો તો તેની આંખોમાં આંસુ આવી ગયા. આરોપીની ઓળખ અનંત જૈન ઉર્ફે શોન્ટુ તરીકે થઈ હતી. પોલીસને કાર્યવાહીની સુરાગ મળતા જ આરોપી તેના ઘરેથી ભાગી ગયો હતો. પોલીસ ટીમે તેના ઘરેથી 17 કરોડ રૂપિયાથી વધુ રોકડ, 14 કિલો સોનું અને 200 કિલો ચાંદી જપ્ત કરી છે.નાગપુરના સીપી અમિતેશ કુમારે જણાવ્યું હતું કે, “નાગપુર પોલીસે કાકા ચોક ખાતે આરોપી અનંત જૈનના ઘરે દરોડો પાડ્યો હતો અને 17 કરોડ રૂપિયાથી વધુની રોકડ, લગભગ 4 કિલો સોનું અને 200 કિલો ચાંદી જપ્ત કરી હતી. વધુ તપાસ ચાલી રહી છે.” પોલીસને શંકા છે કે આરોપીઓએ અન્ય ઘણા લોકોને પણ છેતર્યા હશે.

સોના ચાંદીના ભાવમાં ઘટાડો, સસ્તા થતાં જ લોકોમાં ખુશીનો માહોલ, જાણો હવે એક તોલાના કેટલા હજાર આપવાના

ખરેખર તો 200 રૂપિયે કિલો ટામેટા એ ઘણા સસ્તા કહેવાય, જાણો શું કહે છે સરકારી આંકડા? તમારું મગજ ફરી જશે

180 દિવસ, 146 બાળકો, આ સરકારી હોસ્પિટલ કેમ બની રહી છે માસૂમોનું મોતનો કાળ? જાણો અજીબ કારણ

CP અમિતેશ કુમારે જણાવ્યું હતું કે ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર નિષ્ણાતોની બનેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) ગેરકાયદે આંતરરાષ્ટ્રીય વેપારની તપાસ કરશે. તેણે કહ્યું કે આ ગેંગ દુબઈથી ઓપરેટ કરી રહી છે અને સમગ્ર ભારતમાં તેની જાળ ફેલાવી રહી છે.


Share this Article