ઉજ્જૈનના મહાકાલ મંદિરનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. આ ચમત્કાર વિશે જાણીને સૈ કોઈ દંગ રહી ગયા છે. કહેવાય છે કે કુંભના મેળામાં ખોવાયેલા લોકો મળી જાય છે. અહી પણ એક માતાને મહાકાલની કૃપાથી પોતાનો ખોવાયેલો દીકરો વર્ષો બાદ મળી ગયો છે. ફિલ્મી જેવી આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો ઉત્તર પ્રદેશના કાસગંજના રહેવાસી શ્રીકૃષ્ણ કુમાર 5 મહિના પહેલા ગુમ થઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ માનસિક રીતે શ્રીકૃષ્ણ કુમાર નબળો થયો હતો. આ બાદ તે ગુમ થઈ ગયો. પરિવારે તેને શોધ્યો, પોલીસમાં પણ મિસિંગ રિપોર્ટ પણ નોંધાવ્યો પણ કોઈ માહિતી મળી શકી નહી. પિતાએ તો હવે દીકરો તેવી આશાઓ પણ છોડી દીધી હતી. આ બાદ ભગવાને ચમત્કાર કર્યો .
પિતાને કોઈએ કહ્યુ કે ઉજ્જૈનમાં આવેલા મહાકાલ મંદિરમાં જઈને માનતા રાખો, કદાચ આપનો દીકરો મળી જાય. આ બાદ તરત જ તેમને મંદિર પરિસરમાં જ બાજૂના એક આશ્રમમાંથી ખોવાયેલો દીકરો મળી આવ્યો. આ દ્ર્શ્ય જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા. પિતાએ કહ્યુ કે આ મહાકાલનો ચમત્કાર છે. અહી જે આશાએ આવ્યા હતા તે મંદિરમાં પગ મુકતા જ પૂરી થઈ.