એક તરફ પ્રચંડ ગરમી અને બીજી તરફ પાણીની સમસ્યા દેશના અનેક વિસ્તારોમા સામે આવી છે. રાજસ્થાનનાં જોધપુરમાં પાણીની કટોકટી સર્જાઇ છે. એક તરફ અહી 60 દિવસની કેનાલ બંધ થઈ છે અને બીજી તરફ જોધપુરના સ્ટોકમાં પાણી ખુબ જ ઓછુ છે. કહેવામા આવી રહ્યુ છે કે પંજાબમાંથી પાણી આવવામાં હજુ 10 દિવસ લાગશે અને ત્યા સુધી આ સમસ્યાનો લોકોએ સામનો કરવો પડશે.
મળતી માહિતી મુજબ પંજાબ કેનાલમાં ભંગાણના કારણે જોધપુરવાસીઓને આ સમસ્યાઓ સામનો કરવો પડી રહ્યો છે. હાલ આ સ્થિતિને જિલ્લા કલેકટર હિમાંશુ ગુપ્તાએ પીવાના પાણી અંગે વોટર સપ્લાય મેનેજમેન્ટ માટે ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમની રચના કરી છે. આ સાથે આ ફિલ્ટર પ્લાન્ટ્સ પર 24 કલાક પોલીસ જવાન નજર રાખી રહા છે.
આ સિવાય કાયલાના અને તખ્તસાગર તળાવો પર પોલીસ ચાપતી નજર રાખી રહ્યા છે. આવી સ્થિતિમા જે લોકો પાણીનો બગાડ કરશે તેને મહાનગરપાલિકા દંડ વસૂલશે. આ સાથે શહેરમાં તંત્ર દ્વારા ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.