પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં મોટાભાગની મહિલાઓ પર બળાત્કાર પછી ફરિયાદ કરવાથી ડરતી હોય છે કારણ કે, તેમને ડર હોય છે કે સમાજમાંથી તેમનો બહિષ્કાર કરવામાં આવશે. આવી સ્થિતિ એક મહિલાની જાેવા મળી રહી છે, જ્યાં એક પરિણિત મહિલા પર ગેંગ રેપ થયો, જે બાદ મહિલા ન્યાય માટે આજીજી કરતી રહી પરંતુ તેને ન્યાય ન મળ્યો. હવે આ મહિલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મદદ અને આશ્રય માટે અપીલ કરી છે.
આ મહિલા અને તેના બાળકને પાકિસ્તાનમાં જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે. આ મહિલાએ એક વીડિયો બનાવીને પોતાની વાત વડાપ્રધાન મોદી સમક્ષ રજૂ કરી હતી. એક ઈમોશનલ વીડિયોમાં પીડિતા મારિયા તાહિરે કહ્યું, “હું ગેંગ રેપનો શિકાર છું. છેલ્લા ૭ વર્ષથી અમે ન્યાય માટે લડી રહ્યા છીએ.પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની પોલીસ, સરકારો અને ન્યાયતંત્ર હજુ સુધી મને ન્યાય અપાવવામાં નિષ્ફળ રહ્યા છે. તેથી જ હું તમને આશ્રય માટે પૂછું છું.”
તેણે વીડિયોમાં આગળ કહ્યું, “આ વીડિયો દ્વારા હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરવા માંગુ છું કે, કૃપા કરીને મને ભારત આવવાની મંજૂરી આપો. અહીં મને અને મારા બાળકોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. પોલીસ અને રાજકારણી ચૌધરી તારિક ફારૂક મને અને મારા બાળકને ગમે ત્યારે મારી નાખશે, કૃપા કરીને મને ભારતમાં આશ્રય અને રક્ષણ આપો. ૨૦૧૫માં થયેલા જઘન્ય અપરાધમાં સંડોવાયેલાઓને કડક સજા મળે તે માટે મારિયા ઘરે-ઘરે ભટકી રહી છે.
એક સ્ત્રી જે હવે ભારતનાં વડાપ્રધાન પાસે મદદ માગી રહી છે, આ સિવાય તેણે વીડિયોમાં જેણે આ કૃત્ય કર્યું છે તેના નામ પણ લીધા હતા. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં મહિલા સાથે ગેંગરેપ કરનારાઓના નામ મહિલાએ આપ્યા હતા, જેમાં હારૂન રશીદ, મામૂન રશીદ, જમીલ શફી, વકાસ અશરફ, સનમ હારૂન અને અન્ય ત્રણ હતા. ઘટના બાદ મારિયા સ્થાનિક પોલીસ પાસે ગઈ હતી પરંતુ તેમને ન્યાય મળ્યો નહોતો. આ પછી તેણે પ્રશાસનને ઘણા પત્રો લખ્યા.