એક વેપારી સાથે ગેરકાયદેસર સંબંધો ધરાવતી એક મહિલાએ પહેલા સાયન સ્થિત તેના ઓફિસમાંથી બે બાઉન્સરની મદદથી તેનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેને ફ્લેટમાં બેફામ માર માર્યા બાદ ૨ લાખની કિંમતના દાગીના અને ૬૦ હજારની રોકડ લઈને છોડી મુકવામાં આવ્યો હતો. પોલીસે ગુરૂવારે સંજના રાઠોડ (૨૨) અને ૨ બાઉન્સરો અજય જાધવ (૨૭) અને ફોરમેન સૈની (૨૩)ની આઈપીસી કલમો હેઠળ અપહરણ, ખોટી રીતે કેદ અને ખંડણીના આરોપસર ધરપકડ કરી હતી.
ધારાવી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક વિજય ખંડલગાંવકરે જણાવ્યું હતું કે, ત્રણેય આરોપીને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. અહેવાલ અનુસાર, ડોમ્બિવલીના બિઝનેસમેન એસ. ગાયકવાડનો લેબલ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ છે. તેણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, મહિલા સંજના રાઠોડ (૨૨) સાથે પરિચિત છે. ગાયકવાડે મહિલા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. ગાયકવાડે પોલીસને જણાવ્યું હતું કે, તે તેણીને નિયમિત રીતે પૈસા આપતો હતો પરંતુ સંજનાએ વધુ પૈસાની માંગણી કરી અને હાલમાં તેણીને ૫ લાખ રૂપિયાની માંગણી કરી હતી.
ત્યારબાદ ગાયકવાડે તેની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. આ દરમિયાન મહિલાએ તેને વિવિધ સેલફોન નંબર પરથી ફોન કરીને ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. ૧૮ જુલાઈના રોજ જ્યારે ગાયકવાડ તેની ઓફિસમાં હતો ત્યારે સંજના બે બાઉન્સર સાથે સાયનમાં ગાયકવાડની ફેક્ટરીમાં પહોંચી હતી. બંને બાઉન્સરે તેને માર મારવાનું શરૂ કરી દીધું હતું. સંજનાના કહેવા પર બે બાઉન્સરે તેને કારમાં બાંધી અને થાણેના એક ફ્લેટમાં લઈ ગયા. જ્યાં તેઓએ તેને બળજબરીથી બંધ રાખ્યો, મારપીટ કરી, કપડાં ફાડી નાખ્યા અને બાદમાં પૈસા માંગ્યા હતા.
ગાયકવાડે કહ્યું હતું કે, બીજા દિવસે તેઓ તેને કેબથી છ્સ્માં લઈ ગયા હતા. જ્યાં તેઓએ તેને ૬૦,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા અને બાદમાં તેને ડોમ્બિવલી સ્થિત તેના ઘરે લઈ ગયા હતા. સંજના અને બે બાઉન્સર ઘરની નીચે તેની રાહ જાેતા હતા. ગાયકવાડે પોલીસને જણાવ્યું છે કે, તે ઘરમાં રહેલી તિજાેરીમાંથી ૨ લાખ રૂપિયાના સોનાના દાગીના લાવ્યો હતો અને સંજનાને આપ્યા હતા. તે સમયે તેની પત્ની ઘરે નહોતી. સંજનાએ તેને બાકીની રકમ બે દિવસમાં ચૂકવી દેવાનું કહ્યું હતું અને ત્યારબાદ ત્રણેય અપહરણકર્તાઓ પાછા ફર્યા હતા. ત્યારબાદ ગાયકવાડે હ્લૈંઇ નોંધાવી હતી.