Business News: શિયાળાની ઋતુમાં ડુંગળી બાદ હવે લસણના ભાવમાં આગ લાગી છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં દેશમાં રિટેલ માર્કેટમાં લસણના ભાવ વધીને 300થી 400 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. જેના કારણે લોકોના ઘરનું બજેટ બગડી ગયું છે. તે જ સમયે જથ્થાબંધ બજારમાં તેની કિંમત 150 થી 250 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે.
લસણના ભાવ કેમ વધી રહ્યા છે?
દાળ, ચોખા અને ડુંગળીના વધતા ભાવે લોકોના ઘરનું બજેટ ખોરવી નાખ્યું છે. તાજેતરના સમયમાં ડુંગળીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ હવે લસણના ભાવમાં વધારાને કારણે સામાન્ય લોકોનું ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર લસણના ભાવ વધવા પાછળ બે કારણો છે. પ્રથમ તો આ વખતે ખરાબ હવામાનને કારણે લસણના પાકને ઘણું નુકસાન થયું છે. તેના ઉત્પાદન પર વિપરીત અસર પડી છે.
મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ લસણના મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં સામેલ છે. અહીં કમોસમી વરસાદથી લસણના પાક પર વિપરીત અસર થઈ છે. આ સાથે ખરીફ પાકની લણણીમાં વિલંબથી સપ્લાય ચેઇન પર પણ નકારાત્મક અસર પડી છે. તેની અસર લસણના ભાવ પર જોવા મળી રહી છે.
ફરી એકવાર LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, સીધો 39 રૂપિયા સસ્તો થયો, નવા વર્ષ પહેલા મળી ભેટ
હવામાન વિભાગની નવી આગાહી ખાસ જાણી લેજો, 48 કલાકમાં ગુજરાતનો પારો ગગડશે, સ્વેટર-ધાબળા તૈયાર રાખજો
ક્યાં સુધી લસણના ભાવ વધતા રહેશે?
અહેવાલ મુજબ વેપારીઓનું માનવું છે કે જાન્યુઆરીના અંત સુધીમાં છૂટક બજારમાં લસણની કિંમત 250 થી 350 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે રહી શકે છે. આવી સ્થિતિમાં લસણના વધેલા ભાવથી સામાન્ય લોકોને રાહત મળવાની નથી. આ સાથે નિષ્ણાતોનું માનવું છે કે જાન્યુઆરી પછી ભાવમાં થોડો ઘટાડો ચોક્કસપણે જોવા મળી શકે છે. પરંતુ, લસણના ભાવ સામાન્ય સ્તરે આવવામાં માર્ચ સુધીનો સમય લાગી શકે છે.