Agra Crime News : આગ્રામાં (agra) એક વ્યક્તિએ પોતાની ગર્ભવતી પત્નીને છત પરથી નીચે ફેંકી દીધી. છત પરથી પડી જવાને કારણે ગર્ભવતી મહિલાના પગમાં ફ્રેક્ચર થયું હતું. ગયા મહિને આ ચોંકાવનારી ઘટના બની હતી. પીડિતાના પિતા ન્યાયની આશાએ પોલીસ સ્ટેશનની (Police Station) આસપાસ ફરવાથી કંટાળી ગયા હતા. દાવકી પોલીસે આ કેસને છુપાવી રાખ્યો હતો. આરોપ છે કે, પીડિતાની ફરિયાદ પર એક મહિના બાદ પણ આરોપી સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. થાકીને પરિવારે પોલીસ કમિશનર પાસે ન્યાયની આજીજી કરવાનું નક્કી કર્યું.
સગર્ભા પત્નીને છત પરથી ફેંકી દેવામાં આવી
મંગળવારે પરિવારજનો ઘાયલ દીકરીને ગાડામાં બેસાડીને પોલીસ કમિશનરની ઓફિસે લઈ ગયા હતા. સુનાવણી બાદ પોલીસ કમિશનર ડો.પ્રીતિન્દરસિંહે આરોપીની ધરપકડનો આદેશ આપ્યો હતો. સુશીલા અને સુનિતા પરિવારના સભ્યો સાથે પોલીસ કમિશનરની ઓફિસ પહોંચ્યા હતા. પિતા ભગવાન દાસે જણાવ્યું હતું કે, “બે પુત્રીઓ સુનિતા અને સુશીલાના લગ્ન આઠ વર્ષ પહેલાં થયા હતા. બંને બહેનોના પતિ ભાઈ છે. સુશીલાના પતિ મહેશનું એક વર્ષ પહેલા મૃત્યુ થયું હતું. તેમણે જણાવ્યું કે નાની બહેન સુનીતાના પતિ રાહુલ અને સાસરીવાળા તેને હેરાન કરવા લાગ્યા.
પોલીસની બેદરકારીનો પર્દાફાશ
21 જુલાઇની રાત્રે સુશીલાને બોલાચાલીમાં ભારે માર મારવામાં આવ્યો હતો. સુશીલા આ હુમલાની ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન જઈ રહી હતી. ગુસ્સામાં આવીને સુનીતાને તેના પતિ રાહુલે બીજા માળની અગાસી પરથી નીચે ફેંકી દીધી હતી. મહિલા પહેલા માળની છત પર પડે છે. સુનીતા છત પરથી પડી જતાં ઘાયલ થઈ હતી.
તેને પગમાં ફ્રેક્ચર અને કરોડરજ્જુમાં ઈજા થઈ હતી. પિતાએ જણાવ્યું કે સુશીલાની બહેન સુનીતા 6 મહિનાની ગર્ભવતી છે. પ્રેગનેન્સીના કારણે તેની મુશ્કેલી વધુ વધી છે. પરિવારે ફરી પોલીસમાં ફરિયાદ કરી છે. બંને બહેનો હવે તેમના પિતાના ઘરે રહે છે. જો તે સાસરીમાં જાય તો હત્યાની શક્યતા છે. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.