જંતર-મંતર પર ભારે હંગામો, તમામ કુસ્તીબાજોની અટકાયત, બજરંગ પુનિયાએ કહ્યું- અમને ગોળી મારી દો

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

દિલ્હીના જંતર-મંતરથી નવી સંસદની સામે મહાપંચાયત યોજવા જઈ રહેલા કુસ્તીબાજોને પોલીસે રોક્યા, ત્યારબાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. કુસ્તીબાજોએ પોલીસ બેરિકેડ ઓળંગીને આગળ વધવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ ઘણા રેસલર્સને કસ્ટડીમાં લેવામાં આવ્યા. રેસલર બજરંગ પુનિયાએ કહ્યું અમને ગોળી મારી દો. પોલીસ દ્વારા રોકવામાં આવ્યા બાદ કુસ્તીબાજો કેરળ હાઉસ પાસે ધરણા પર બેસી ગયા હતા. સંસદ અહીંથી થોડે દૂર છે. આ પહેલા કુસ્તીબાજો બે બેરિકેડ પાર કરીને અહીં પહોંચ્યા હતા. રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહના વિરોધમાં કુસ્તીબાજોએ રવિવારે (28 મે) દિલ્હીમાં ‘મહિલા સન્માન મહાપંચાયત’ બોલાવી છે.

કુસ્તીબાજોએ મહિલા મહાપંચાયતનું આયોજન કરવાની જાહેરાત કરી હતી તે જ દિવસે વડાપ્રધાન દ્વારા સંસદના નવનિર્મિત ઈમારતનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દેશભરમાંથી સાંસદો અને મહાનુભાવો સંસદ ભવન સંકુલમાં પહોંચી ગયા છે. આ કારણે દિલ્હી પોલીસે ખૂબ જ ચુસ્ત સુરક્ષા રાખી છે અને મહાપંચાયત માટે પરવાનગી આપી નથી.કુસ્તીબાજોને રોકવા માટે દિલ્હી પોલીસે મોટી માત્રામાં ફોર્સ બોલાવી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સીપી લો એન્ડ ઓર્ડર દીપેન્દ્ર પાઠકે જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસ પાસે પૂરતી વ્યવસ્થા છે. દરેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને બેરિકેડિંગ પણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો

PM મોદીએ નવા સંસદ ભવનનું કર્યું ઉદ્ઘાટન, સમારોહમાં જોવા મળી બધા ધર્મોની ઝલક

IIFA 2023: લુંગી પહેરીને ખૂબ નાચ્યો સલમાન ખાન તો રિતિક રોશને વિક્કીને શિખવ્યો ડાન્સ

IPL 2023 Final: 59 દિવસ, 73 મેચો બાદ, IPLના નવા વિજેતાનો નિર્ણય એક લાખથી વધુ દર્શકોની સામે થશે

બીજી તરફ સૂત્રોનું માનીએ તો હવે કુસ્તીબાજોનું પ્રદર્શન પુરૂ થઈ ગયું છે. કલમ 144નો ભંગ કરવામાં આવ્યો છે. હવે કોઈપણ રેસલર કે વિરોધ કરનારને વિરોધ સ્થળ પર આવવા દેવામાં આવશે નહીં. એટલે કે કુસ્તીબાજો હવે જંતર-મંતર પર પ્રદર્શન કરવા પાછા ફરી શકશે નહીં. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે શું બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ 36 દિવસથી ચાલી રહેલ કુસ્તીબાજોનું આંદોલન ખતમ થશે?


Share this Article